ગેરરીતિ અટકાવવા માટે તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર
પ્રથમ તબક્કામાં આજથી હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસમાં લાગુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઘઝઙ)ના વેરિફિકેશન બાદ જ જાહેર કરવામાં આવશે. આ ઘઝઙતે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. ઘઝઙનું સફળ વેરિફિકેશન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. આ ઘઝઙ આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆતમાં ટ્રેન નંબર 12268/12267 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. રેલવે બોર્ડના આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. લાંબા સમયથી થતી ફરિયાદો કે એજન્ટો કે અન્ય અનધિકૃત વ્યક્તિઓ દ્વારા થતા ગેરરીતિને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આનાથી વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ અને સરળતા મળશે. નવી સિસ્ટમ હેઠળ, જ્યારે કોઈ પ્રવાસી તત્કાલ ટિકિટ બુક કરાવશે, ત્યારે સિસ્ટમ દ્વારા એક ઘઝઙ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ ઘઝઙનું સફળ વેરિફિકેશન થયા પછી જ ટિકિટ જારી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ ઙછજ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, ઈંછઈઝઈ વેબસાઇટ તથા ઈંછઈઝઈ એપ દ્વારા થતા તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે.
8 ડિસેમ્બરે ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી જ દોડશે
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે બ્લોક લેવામાં આવશે. જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં 8 ડિસેમ્બરની ઓખાથી ઉપડનારી ટ્રેન નં.20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. અને તા.9ની ટ્રેન નં.20952 જયપુર-ઓખા અજમેરથી જ ઉપડશે એટલે આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. સાથે કેટલીક ટ્રેન ડાઇવર્ટ પણ કરી છે જેમાં 06 અને 09 ડિસેમ્બરની ટ્રેન નં.20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ડાઇવર્ટ કરેલા રૂટ વાયા ફૂલેરા-રિંગાસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન કિશનગઢ ફૂલેરા અને જયપુર નહીં જાય. કડિસેમ્બરની દિલ્હી સુરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફૂલેરા થઈને દોડશે.



