11મી ડિસેમ્બરે હેમુભાઈ ગઢવી હોલાં સ્વર સમ્રાટ રફી સાહેબના 100મા જન્મવર્ષ નિમિત્તે ’તુમ બહુત યાદ આયે’ ભવ્ય કાર્યક્રમનું નિ:શુલ્ક આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય ફિલ્મ સંગીતના સ્વર સમ્રાટ મોહમ્મદ રફી સાહેબના 100મા જન્મવર્ષની ઉજવણીના અવસર પર રાજકોટના સંગીતપ્રેમીઓ માટે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી (ગુજરાત સરકાર)ના આર્થિક સહયોગથી તથા બિગટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની દ્વારા ’મોહમ્મદ રફી – તુમ બહુત યાદ આયે’ નામની ભવ્ય સ્મૃતિ-સંધ્યા યોજાશે.
આ સંગીત સંધ્યાને યાદગાર બનાવવા માટે રફી સાહેબના સાત પુત્રોમાંથી સૌથી નાના પુત્ર શ્રી શાહિદ રફી સાહેબ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે અને તેમના સંવાદો રજૂ કરશે. આ કાર્યક્રમ સ્વ. હેમુભાઈ ગઢવી હોલ, રાજકોટ ખાતે 11 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 8 કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.
આયોજક વિજય કારિયા (બિગટ્રી મેનેજમેન્ટ)એ જણાવ્યું હતું કે, રફી સાહેબ સંગીતની એક જીવંત સંસ્કૃતિ હતા. આ અવસરે રફી સાહેબના જીવનપ્રસંગો, અમર ગીતોની સુવર્ણ ઝાંખી રજૂ થશે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. રફી સાહેબના સંગીત વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના આ પ્રયાસમાં રાજકોટ અને આસપાસની સંગીતપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.



