રાજકોટ શહેર તરફ અને રાજકોટ થી કાલાવડ તરફ આવતા-જતા માર્ગોને તાત્કાલિક અસરથી બંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી ખાતે બ્રિજ બાંધકામનું કામ શરૂ થતા આસપાસના તમામ મુખ્ય માર્ગો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિકની નિયમિતતા જળવાઈ રહે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ડાયવર્ઝન રૂટ અમલમાં મૂકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામને કારણે ગોંડલ રોડથી જામનગર રોડ, જામનગર રોડથી ગોંડલ રોડ, તેમજ કાલાવડ રોડથી રાજકોટ શહેર તરફ અને રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવતા-જતા માર્ગોને તાત્કાલિક અસરથી પાંચ માસ સુધી બંધ રાખવામાં આવ્યા છે.
ડાયવર્ઝન રૂટના રોડ એટલા પહોળા અને સારા છે કે બ્રિજની જરૂર જ નથી
કાલાવડ રોડના કટારીયા ચોકની બ્રિજને કામે બંધ કરતા પૂર્વે જે ડાયવર્ઝન રૂટ તૈયાર કરાયો છે તેમાં નવા ડામર રોડ તૈયાર કરાયા છે, ખરેખર આ ડાયવર્ઝન રૂટના રોડ એટલા પહોંળા અને સારા છે કે જો અગાઉથી આ રોડ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હોત તો કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડની ટ્રાફિક સમસ્યા આપોઆપ હલ થઇ જાત અને બ્રિજ નિર્માણ પાછળ 167 કરોડનો ખર્ચ જ કરવો પડયો ન હોત તે હકીકત છે.



