અમદાવાદમાં આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા
ગુજરાતમાં હવામાનની ઉથલ-પાથલ, કંડલા 7 ડિગ્રી ગરમ થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં હવામાનની સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં મોટો ફેરફાર નોંધાયો છે. 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. નલિયાના તાપમાનમાં એક જ દિવસમાં 4.8 ડિગ્રીનો મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ગઇકાલે ઠંડીગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે, જ્યાં તાપમાનમાં અચાનક 7 ડિગ્રીનો વધારો નોંધાતા તે 17.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાવા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો કે ઘટાડો જોવા મળ્યો છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદનું લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ સાથે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુતમ તાપમાન
- Advertisement -
મહાનગર તાપમાન
વડોદરા 15.4
ગાંધીનગર 15.5
રાજકોટ 15.8
અમદાવાદ 16.5
સુરત 17.6
નલિયા 10
અમરેલી 15.4
દીવ 15.6
ભૂજ 16
ડીસા 16.4
પોરબંદર 17.2
દમણ 17.2
કંડલા 17.5
ભાવનગર 17.8
વેરાવળ 19.3
દ્વારકા 19.6
ઓખા 21.5



