138-દિવસના પૂર્વવર્તી-અનલોકિંગ મુખ્ય કર્મશીલ ફેરફારો પછી, 28 નવેમ્બર, 2025 ના રોજ શનિ મીન રાશિમાં સીધો જાય છે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ નવું વર્ષ શરૂ થવાનું હોય છે ત્યારે ઘણા મોટા ગ્રહોની ચાલમાં પરિવર્તન થાય છે. આ સાથે જ આ ગ્રહો અને નક્ષત્રોની બદલાતી સ્થિતિ લોકોના જીવનને પણ પ્રભાવિત કરે છે. પંચાંગ પ્રમાણે 2026માં શનિદેવ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષમાં શનિ ન્યાયના દેવતા, કર્મનું ફળ આપનારા અને દંડાધિકારીના નામથી ઓળખાય છે. જ્યોતિષીઓના મતે 2026માં શનિની બદલાતી ચાલ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ રહેશે, જેનાથી લોકોના આર્થિક જીવન પર પણ પ્રભાવ પડશે.
- Advertisement -
દ્રિક પંચાંગ પ્રમાણે શનિ 20 જાન્યુઆરીએ બપોરે 12:13 વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 મેના રોજ, શનિ બપોરે 3:49 વાગ્યે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પછી 9 ઓક્ટોબરના રોજ શનિ સાંજે 7:28 વાગ્યે ફરીથી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે 2026માં શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે.
કર્ક રાશિ
વર્ષ 2026માં શનિના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના જાતકોની મહેનત રંગ લાવવા લાગશે. કારકિર્દીમાં સ્થિરતા વધશે. આર્થિક મામલે પણ રાહત મળશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. અટકેલુ પેમેન્ટ ક્લિયર થઈ શકે છે. પારિવારિક પરિસ્થિતિઓ સંતુલિત થશે. જૂના વિવાદ શાંત થશે. નોકરી બદલવાનું વિચારી રહેલા જાતકોને વધુ સારી તકો મળશે. આ સાથે જ માનસિક થાક ઓછો થશે અને આત્મવિશ્વાસ વધશે.
- Advertisement -
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન પ્રતિષ્ઠા અને સફળતા લઈને આવશે. કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. તમને નેતૃત્વની તક મળી શકે છે. આ સાથે જ કોઈ મોટી જવાબદારી સાથે સન્માનમાં પણ વધારો થશે. જૂના રોકાણો લાભ આપી શકે છે. જો તમે સર્જનાત્મક ક્ષેત્રમાં જોડાયેલા છો, તો તમારી કલાનું મૂલ્ય વધશે. તમારા ઘર-પરિવારના માહોલમાં પણ સહયોગ અને સંવાદિતા વધશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન નિર્ણાયક વળાંક લાવી શકે છે. કારકિર્દીમાં મોટો ફેરફાર અથવા નવી શરૂઆત શક્ય છે. નોકરીમાં પ્રમોશન, ટ્રાન્સફર અથવા નવી ભૂમિકાનો સંકેત મળી શકે છે. જે જાતકો બિઝનેસ કરી રહ્યા છે તેમને પાર્ટનરશિપ અને મોટી ડીલમાં ફાયદો થશે. કાનૂની અથવા જમીન-પ્રોપર્ટીનો કોઈ અટકેલો કેસ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. તમે માનસિક રીતે વધુ દ્રઢ બનશો. કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી અણધારી મદદ મળવાની પણ સંભાવના છે.




