કાઠિયાવાડ જીમખાનામાં વૈભવી લગ્નોત્સવમાં પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાની વિશેષ હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પ્રતિષ્ઠિત સોઢા પરિવારના લગ્નોત્સવમાં કર્ણાટકના પૂર્વ ગર્વનર અને રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે કોલોનીના નિવાસી તથા સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્વ. મંગળસિંહ સોઢાના પ્રૌત્ર અને સ્વ. હરિસિંહજી મંગળસિંહજી સોઢાના પુત્ર જયસિંહ સોઢાનો લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. જયસિંહ સોઢાના ધ્રુવીબા સાથેના લગ્ન રાજકોટના કાઠિયાવાડ જીમખાનામાં યોજાયા હતા, જેમાં શહેરના આગેવાન, સામાજિક નેતા તથા રાજકીય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાએ હાજરી આપી નવદંપતીને લગ્નગ્રંથી જોડાઇને નવી શરૂઆત કરવા પર હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે વજુભાઇ વાળાએ સોઢા પરિવારના સભ્યો સાથે સૌજન્ય મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર લગ્નપ્રસંગે શાહી ઢબે સજાવટ, લોકગીતો, પરિવારની પરંપરા અને ગરિમાયુક્ત મહેમાનનવાજી વચ્ચે આનંદ અને ઉત્સાહ છવાયો હતો. શહેરના અનેક પ્રતિષ્ઠિત પરિવારોથી માંડી રાજકીય આગેવાનો સૌએ ઉપસ્થિતિ દર્શાવી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી.



