10 વર્ષમાં 36 ગુનાઓને અંજામ આપનાર આરોપીઓના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે
પકડાયેલા આરોપીઓની ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા તંત્ર સજ્જ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટના મંગળા રોડ પર એક માસ પૂર્વે અંધાધૂંધ ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ જંગલેશ્વરની મુરઘા ગેંગના 21 લુખ્ખાઓ સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ગેંગના 11 શખ્સોની ધરપકડ કરી હતી મુરઘા ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન ફાયરિંગ સહીતના ગંભીર પ્રકારના 36 ગુનાઓને અંજામ આપ્યા છે જેને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધોરણસર રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
મુરઘા ગેંગના સભ્યો વિરૂધ્ધ રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પ્રાણઘાતક હથિયારો વડે ખૂનની કોશિષ, સરાજાહેર ફાયરિંગ, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરવી, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હુમલા કરવા, ધાકધમકીઓ આપવી, ગેરકાયદે હથિયાર અને ડ્રગ્સનું વેચાણ, સરકારી માલ-મિલ્કતને નુકસાન સહિતના 36 ગુના નોંધાયા હતાં.
રાજકોટ શહેરમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આ પ્રકારે ગેંગ બનાવી વારંવાર ગુનાઓ આચરતી ટોળકી સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સૂચના અને ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવ દ્વારા જુદી જુદી ટિમો બનાવી ઉપરોક્ત પેંડા અને મુરઘા ગેંગના આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી અગાઉ પેંડા ગેંગના 17 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ હવે મુરઘા ગેંગના 21 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે ડીસીપી બાંગરવાએ જણાવ્યું હતું કે મુરઘા ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન 36 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યા છે આ 36 ગુનામાં ચોરી, જુગાર કે પ્રોહિબિશનના ગુના ધ્યાન પર લેવામાં આવ્યા નથી. આ ગેંગ ઉપર હત્યા અને હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, ગઉઙજ, તેમજ મિલ્કત સંબંધિત ગુનાનો સમાવેશ થાય છે મુરઘા ગેંગના 5 સભ્યો હાલ જેલમાં છે જેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવામાં આવશે તેમજ 5 સભ્યો હજુ વોન્ટેડ છે. જેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમો કામે લગાડાઇ છે મૂરગા ગેંગની હરિફ પેંડા ગેંગના 17 સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. પેંડા ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન 71 ગુના આચર્યા હતાં પેંડા ગેંગના પકડાયેલા તમામ આરોપીઓને પોલીસે જુદી જુદી જેલમાં ધકેલી દઈ કમર ભાંગી નાખી છે ગુજસીટોકમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે.
મૂરઘા ગેંગના 11 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓની ગેરકાયદે મિલ્કત ટાંચમાં લેવાની પણ કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
- Advertisement -
ધરપકડ કરેલા આરોપીના નામ
શાહજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઈ ઉર્ફે કાળું વશીર : જંગલેશ્ર્વર
ઈરફાન ઉર્ફે મુન્નો ઉર્ફે જીમ્મી આમદભાઈ જુણાચ : જંગલેશ્વર
તેજીમ રફીકભાઇ ફુફાર : મહેશ્વરી સોસાયટી
મુજકીર ઉર્ફે મુજુડો દિલાવરભાઈ બ્લોચ : જંગલેશ્ર્વર
સરફરાઝ ઉર્ફે સેફુડો ઇકબાલભાઇ ખેડારા : જંગલેશ્ર્વર
અહેમદ ઉર્ફે દુડી રફીકભાઇ બકાલી : જંગલેશ્ર્વર
સતાર ઉર્ફે મેંગણી સીદીકભાઈ દોઢિયા : જંગલેશ્વર
અંજુમ ઇસ્માઇલ ખિયાણી : જંગલેશ્ર્વર
સમીર સિકંદર ચાનીયા : જંગલેશ્ર્વર
દિનેશ હકાભાઈ રીબડીયા : જંગલેશ્ર્વર
હમીઝ ઉર્ફે ભાણો હારુન હેરંજા : સીયાણીનગર
જેલવાસ ભોગવી રહેલા આરોપીના નામ
સમીર ઉર્ફે મૂર્ઘો યાસીનભાઈ પઠાણ : જંગલેશ્ર્વર
શાહનવાઝ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ : જંગલેશ્ર્વર
સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા : જંગલેશ્ર્વર
સલમાન નનકેભાઈ ફકીર : એકતા કોલોની
અરમાન ઉર્ફે ચક્કી : જંગલેશ્ર્વર
મુરઘા ગેંગના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
શાહજહા ઉર્ફે ગોટીયો વશીર વિરુદ્ધ 5
ઈરફાન ઉર્ફે મુન્નો ઉર્ફે જીમ્મી જુણાચ વિરુદ્ધ 3
તેજીમ ફુફાર વિરુદ્ધ 4
મુજકીર ઉર્ફે મુજુડો બ્લોચ વિરુદ્ધ 3
સર્ફરાજ ઉર્ફે સેફુડો ખેડારા વિરુદ્ધ 2
અહેમદ ઉર્ફે દુડી બકાલી વિરુદ્ધ 2
સતાર ઉર્ફે મેંગણી દોઢિયા વિરુદ્ધ 2
અંજુમ ખિયાણી વિરુદ્ધ 2
સમીર ચાનીયા વિરુદ્ધ 2
દિનેશ રીબડીયા વિરુદ્ધ 5
હમીઝ ઉર્ફે ભાણો હેરંજા વિરુદ્ધ 3
અરમાન ઉર્ફે ચક્કી સાંધ વિરુદ્ધ 3
સમીર ઉર્ફે મૂર્ઘો પઠાણ વિરુદ્ધ 10
શાહનવાઝ ઉર્ફે નવાજ વેતરણ વિરુદ્ધ 4
સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા વિરુદ્ધ 5
સલમાન ફકીર વિરુદ્ધ 3



