હિરાસર એરપોર્ટમાં સુવિધા માત્ર નામની, વાઈફાઈ-મોબાઈલ નેટવર્ક ચાલતું નથી, પૂરતાં સ્ટોલ નથી
BSNL ટીમને સમસ્યા દૂર કરવા સૂચના આપી, ફ્રી વાઇફાઇ ઍક્સેસ સમય 45 મિનિટથી વધારી 4 કલાક કરી દેવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રૂ.1405 કરોડના માતબર ખર્ચે તૈયાર કરાયેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને મળતી સુવિધાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટ એરપોર્ટ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા દૈનિક મુસાફર પ્રતિભાવના આંતરિક અહેવાલોમાં જ એરપોર્ટની બેદરકારીની પોલ ખૂલી ગઈ છે. મુસાફરોની સૌથી મોટી ફરિયાદો નેટવર્ક કનેક્ટિવિટી, વાઇફાઇની કામગીરી અને ટર્મિનલમાં ખાણીપીણીના ઓછા વિકલ્પો અંગે છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજ 30 મુસાફરના પ્રતિભાવ એકત્રિત કરે છે, જેમાંથી મુખ્ય ફરિયાદ ટેક્નોલોજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈ અંગેની છે. મુસાફરોએ ટર્મિનલ બિલ્ડિંગની અંદર મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી સંપૂર્ણપણે ન આવતી હોવાની ફરિયાદ કરી છે. આ સમસ્યાના નિરાકરણ માટે ઈંક્ષ-ઇીશહમશક્ષલ જજ્ઞહીશિંજ્ઞક્ષત (ઈંઇજ) માટેનું ટેન્ડર બહાર પડાયું હતું, પરંતુ તેમાં કોઈ એજન્સીએ ભાગ ન લેતાં તે નિષ્ફળ ગયું હતું. અઅઈંએ હવે આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.
બીજી તરફ, વાઇફાઇ કાર્યક્ષમતાને લઈને પણ મુસાફરો પરેશાન છે. અહેવાલમાં જણાવાયું છે કે, વાઇફાઇ સિસ્ટમ કાર્યરત હોવા છતાં, તેની લોગિન પ્રક્રિયા અત્યંત જટિલ અને યુઝર-ફ્રેન્ડલી નથી. એરપોર્ટ ઓથોરિટીએ ઇજગક ટીમને સમસ્યા દૂર કરવા સૂચના આપી છે. સાથે જ, મુસાફરોની સુવિધા વધારવા માટે મફત વાઇફાઇ ઍક્સેસ સમય 45 મિનિટથી વધારીને 4 કલાક કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોએ પૂરતા પ્રમાણમાં ફૂડ આઉટલેટ્સ ન હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે ટૂંક સમયમાં બે મોટી બ્રાન્ડ્સ લાવવાની તૈયારી કરી છે.
એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે પણ અઅઈં ઝડપથી કાર્યવાહી કરી રહી છે. કસ્ટમ્સ વિભાગ, જામનગરની ટીમ 27 નવેમ્બરે એરપોર્ટની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. પાયાની સુવિધાઓમાં ખામીઓ, પરંતુ એરપોર્ટ ઓથોરિટી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે, કસ્ટમ્સ, જામનગરની એક વિશેષ ટીમ ગુરુવારે ઓપરેશનલ જરૂરિયાતોની સમીક્ષા કરશે, જે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ શરૂ કરવા માટેનું એક નિર્ણાયક પગલું બની શકે છે.



