મહિલાઓને 181 હેલ્પલાઇન, સખી સેન્ટર, કાનૂની અધિકારો અને ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે માર્ગદર્શન અપાયું
મહિલાઓના હિત માટે વિભાગ દ્વારા ઉપયોગી માહિતીસભર કાર્યક્રમ યોજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના હિતમાં વિવિધ કાયદાકીય સાધનો, સહાય અને સેવાઓ વિશે વ્યાપક માહિતી આપવા માટે આ સેમિનાર યોજાયો હતો. 181 અભયમ ટીમની પ્રતિનિધિ સેજલબેનએ સૌથી પહેલા 181 – અભયમ મફત હેલ્પલાઇન વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે 181 અભયમ 24ડ્ઢ7 મફત સેવા છે, જે મહિલાઓ અને કિશોરીઓને આપાતકાલીન સહાય, કાયદાકીય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જરૂરી હોય ત્યારે સ્પેશિયલ વાહન સાથે સ્થળ પર પહોંચવાની સુવિધા આપે છે. ઘરેલુ હિંસા, માનસિક પીડા અથવા અન્ય કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં મહિલાઓ માટે 181 કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ બાદ સખી વન-સ્ટોપ સેન્ટરની કેશ વર્કર કિરણબેનએ સખી સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી. તેઓએ જણાવ્યું કે સેન્ટર દ્વારા મહિલાઓ અને બાળાઓને હિંસાના તમામ પ્રકારના કેસમાં કાનૂની સહાય, કાઉન્સેલિંગ, તાત્કાલિક આશ્રય, તબીબી સહાય અને સુરક્ષા આપવામાં આવે છે. એક જ સ્થળે તમામ સેવાઓ મળતા હોવાથી પીડિત મહિલાઓને ઝડપી અને સુરક્ષિત સહાય મળે છે. ઙઇજઈના કાઉન્સેલર હેતલબેનએ સેન્ટરની મનોવૈજ્ઞાનિક અને સામાજિક કાઉન્સેલિંગ સેવાઓ વિશે માહિતી આપી. પીડિત મહિલાઓને સુરક્ષિત વાતાવરણમાં પોતાની પીડા રજુ કરવામાં સહજતા રહે અને ગુપ્તતા જળવાઈ રહે તે દિશામાં વિભાગ કાર્યરત છે, તેવું તેમણે જણાવ્યું. લીગલ એક્સપર્ટ યોગેશભાઈ નાનેરાએ ઘરેલુ હિંસા અધિનિયમ – 2005 વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે આ અધિનિયમ હેઠળ મહિલાઓ શારીરિક, માનસિક, આર્થિક, જાતીય અથવા ભાવનાત્મક હિંસા સામે ફરિયાદ કરી શકે છે. કાયદો મહિલાને સુરક્ષિત જીવન જીવવાનો હક આપે છે અને ઘરેલું હિંસા સામે મજબૂત રક્ષણ પૂરુ પાડે છે. કાનૂની કામગીરીની તમામ પ્રક્રિયાઓ સરળ ભાષામાં સમજાવવામાં આવી. મહિલા અને બાળ કલ્યાણ અધિકારી હંસાબેન ટાઢાણીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ જેવી કે હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (ઇંઊઠ) અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (ઉઇંઊઠ) વિશે ચર્ચા કરી. તેમણે કૌશલ્ય વિકાસ, રોજગાર, આરોગ્ય, કાનૂની સહાય અને સરકારી યોજનાઓ હેઠળ મહિલાઓને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતગાર કર્યા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા, જેના જવાબ અધિકારીઓ અને નિષ્ણાતોએ આપ્યા હતા. જે સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.



