ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ-2021 હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને ફેલાવા પર નિયંત્રણ લાવવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તા. 25/11/2025ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં અલગ-અલગ મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ટીમોએ શહેરના વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં મળી કુલ 14.25 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. ગંદકી કરતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 114 આસામી સામે કાર્યવાહી કરતાં મનપાએ કુલ ₹32,950/-નો ચાર્જ વસૂલ કર્યો હતો.
રાજકોટ મનપાની કડક કાર્યવાહી: ત્રણેય ઝોનમાંથી 14.25 કિલો પ્લાસ્ટિક જપ્ત



