શ્રી મકનબાપા સેવાધામ ભાયાવદર ખાતે મંદિરની રજત જયંતી મહોત્સવ અંતર્ગત રાવરાણી-ચાવડા પરિવાર દ્વારા ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી મકનબાપાના મંદિરની રજત જયંતી મહોત્સવ અંતર્ગત રાવરાણી-ચાવડા પરિવાર દ્વારા વાળંદ સમાજની માતા-પિતા વિહોણી અને આર્થિક રીતે નબળા પરિવારની 25 દીકરીના શાહી સમૂહલગ્ન તારીખ 17-5-2026, રવિવારના રોજ અમરેલી જિલ્લાના (તા.કુંકાવાવ) ભાયાવદર ગામે શ્રી મકનબાપા સેવાધામ ખાતે યોજાશે.
આ સમૂહલગ્નમાં તમામ દીકરીઓને સોનું, ચાંદી, ફર્નિચર તથા ઘરવખરીની તમામ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. 25 લાડકડીની એકસાથે શાહી એન્ટ્રી, વરરાજા તેમજ જાનૈયાઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત, નવવધૂ માટે ઉતારા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મહેમાનો માટે ચા-પાણી સાથે ભોજન પ્રસાદ તથા પાર્કિંગની વ્યવસ્થા સહિતનું દરેક પ્રકારનું સુચારુ આયોજન કરાયું છે. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે મકનબાપા સેવાધામ કમિટીના 100થી વધારે સભ્યની ટીમ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઉનાળાની ઋતુ હોવાથી રાત્રિના સમયે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 25 રજવાડી મંડપ, ભોજન વ્યવસ્થા, શાહી ડેકોરેશન તથા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને સિંગરો સાથે લાઈવ લગ્નગીતની પણ વ્યવસ્થા કરાશે.
લગ્ન સ્થળે વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં આ શાહી સમૂહલગ્ન પ્રસંગનું લાઈવ પ્રસારણ થશે. આ શાહી સમૂહલગ્ન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી તથા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવશે. સમૂહલગ્નમાં સંપૂર્ણ સાથ સહકાર આપનાર મુખ્ય 5 દાતાનું જ્ઞાતિ રત્ન તેમજ અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે. સમાજ શ્રેષ્ઠીઓ સહિત સાધુ-સંતો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપશે. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા માટે, ફોર્મ મેળવવા માટે અને સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
શ્રી દિલીપભાઈ ચાવડા (અમદાવાદ) : 98252 43099
- Advertisement -
શ્રી વિવેકભાઈ ચાવડા (ભાવનગર) : 97145 76070
શ્રી પ્રકાશભાઈ રાવરાણી (રાજકોટ) : 98798 81111
શ્રી હિંમતભાઈ ચાવડા (અમદાવાદ) : 99242 19029
શ્રી રસિકભાઈ રાવરાણી (રાજકોટ) : 93777 14270
શ્રી ચંદુભાઈ રાવરાણી (રાજકોટ) : 92654 08690
શ્રી જીતુભાઈ ચાવડા (અમરેલી) : 78785 36464
શ્રી ગોપાલભાઈ રાવરાણી (ભાયાવદર) : 87581 14199



