પોલીસ સાથે SDRFની 5 ટીમ પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ ટિહરી
- Advertisement -
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે. બસમાં 29થી વધુ લોકો સવાર હતા. જઉછઋ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્ર્કેલ બની હતી. આ અકસ્માત નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક થયો હતો. ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસ નંબર ઞઊં14ઙઅ1769 છે. મળતી માહિતી મુજબ, નરેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કુંજપુરી-હિંડોળાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. એવો અંદાજ છે કે બસમાં 30 જેટલા લોકો સવાર હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટિહરી બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ઘટનાની માહિતી મળતાં જઉછઋના અર્પણ યદુવંશીની સૂચના મુજબ, પોસ્ટ ધલવાલા, પોસ્ટ કોટી કોલોની અને જઉછઋ બટાલિયન હેડક્વાર્ટરમાંથી કુલ 05 SDRF ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાંની પુષ્ટિ થઈ છે. SDRF ટીમ દ્વારા અન્ય તમામ ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. ટીમનું રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે.



