ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવા માટે ચાલી રહેલા ’વિશેષ સુધારણા કાર્યક્રમ’ અંતર્ગત તાજેતરમાં રવિવારે રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજાઈ હતી. જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ શહેરના સંગઠન અને ચૂંટાયેલી પાંખે આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકશાહીને મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ વિશેષ ડ્રાઈવમાં તમામ કાર્યકર્તાઓ પોતપોતાના સોંપાયેલા બૂથ પર હાજર રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ કામગીરીમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા સહિતના અગ્રણીઓ અને બૂથ સ્તરના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેઓએ ડોર-ટુ-ડોર જનસંપર્ક કરી નાગરિકોને ફોર્મ ભરવા અપીલ કરી હતી અને મતદાર યાદીમાં નામ ચકાસવામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાજપના કાર્યકરોએ સરકાર દ્વારા નિયુક્ત બૂથ લેવલ ઓફિસરને મદદરૂપ બનીને જુનાગઢમાં જઈંછની કામગીરી સુપેરે અને મહત્તમ પરિણામલક્ષી બને તેવી તકેદારી રાખી હતી, તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.



