કિશન બહેચા
સ્ત્રી-પુરુષ માત્ર ‘વપરાશની વસ્તુ’: દેહ કેન્દ્રિત દૃષ્ટિકોણથી માન, પવિત્રતા અને નૈતિક મૂલ્યો નષ્ટ
- Advertisement -
ભારતીય સંસ્કૃતિમાં ‘આત્મા’ મુખ્ય છે, જ્યારે આ હુક અપ કલ્ચર ‘દેહ’ સુધી સીમિત કરી યુવાનોને ગ્લેમરાઈઝેશનના મોહમાં ફસાવે છે
ભારત પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા, મૂલ્યો અને નૈતિકતાનું પવિત્ર કેન્દ્ર છે. અહીં સ્ત્રી-પુરુષ સંબંધો માત્ર દેહલાલસા ઉપર આધારિત નથી, પરંતુ વિશ્વાસ, જવાબદારી, પવિત્રતા અને ભાવનાત્મક એકાગ્રતા જેવા મૂલ્યોને ધારણ કરે છે. પરંતુ આજના યુગમાં વિદેશી પ્રભાવ, અભદ્ર દૃશ્યો, અયોગ્ય મનોરંજન અને નકામી આધુનિકતાના કારણે એક એવો પ્રચાર ફેલાઈ રહ્યો છે, જે સીધો ભારતીય સંસ્કૃતિના હૃદય પર પ્રહાર કરે છે. આ પ્રચારને આજના સમયમાં હુક અપ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે.
હુક અપ કલ્ચર એટલે શું?…
હુક અપ કલ્ચર એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો એવો સંબંધ, જેમાં માત્ર દેહલાલસા મુખ્ય હોય છે. તેમાં ન તો ભાવનાત્મક જોડાણ હોય છે, ન સામાજિક જવાબદારી, અને ન તો કોઈ પવિત્રતા. આમાં સંબંધો ક્ષણિક આનંદ પર ટકેલા હોય છે, જ્યારે તેના પરિણામો લાંબા ગાળે માનસિક અને સામાજિક રીતે વિનાશક બને છે. આ કલ્ચરને અભદ્ર દૃશ્યો, વિદેશી મનોરંજન, અયોગ્ય વેબમાળાઓ અને ખોટી સ્વતંત્રતાના નામે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ ઉપર હુક અપ કલ્ચરનો પ્રહાર
1. પરિવાર પ્રણાલીનું વિક્ષેપન
ભારતની પરિવાર પ્રણાલી સ્નેહ, વિશ્વાસ, દયા અને ત્યાગ જેવા મૂલ્યો પર ટકેલી છે. પરંતુ હુક અપ કલ્ચર યુવાનોને જવાબદારીમાંથી દૂર લઈ જાય છે. લગ્ન, પરિવાર અને પ્રતિબદ્ધતા તેમને જૂની બાબતો લાગે છે. પરિણામે પરિવારો તૂટે છે, સંબંધોમાં નિષ્ઠા ઘટે છે અને સમાજમાં અસ્થિરતા વધે છે.
2. સ્ત્રી-પુરુષનો દેહ કેન્દ્રિત દૃષ્ટિકોણ
હુક અપ કલ્ચર માનવીને આત્મા નહીં, પરંતુ માત્ર દેહ સુધી સીમિત કરી દે છે. સ્ત્રી અને પુરુષને વપરાશની વસ્તુ તરીકે જોવાની પ્રવૃત્તિ વધે છે. આથી પરસ્પ0 માન, પવિત્રતા અને નૈતિક મૂલ્યો નષ્ટ થાય છે.
3. માનસિક આરોગ્ય ઉપર વિનાશક અસર
ક્ષણિક આનંદ પછી પસ્તાવો, એકલતા, ખાલીપણું, ભય અને માનસિક કંટાળો વધી જાય છે. હુક અપ કલ્ચર માનસિક સ્થિરતાને નષ્ટ કરી દે છે. યુવાનો પોતાનું મૂલ્ય દેહલાલસા પરથી માપવા લાગે છે-આ સૌથી મોટી માનસિક ગુલામી છે.
4. વિદેશી પ્રભાવ અને અશ્લીલ સંસ્કૃતિની અસર
ફિલ્મો, વેબમાળાઓ અને અયોગ્ય દૃશ્યો હુક અપ કલ્ચરને સામાન્ય અને સ્વીકાર્ય બનાવી રહ્યા છે. યિયહ જીવનને યિફહ જીવન માનનાર યુવાનો સાચા સંબંધોની પવિત્રતા ગુમાવી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિ અને હુક અપ કલ્ચરની તુલના
ભારતીય સંસ્કૃતિ કહે છે-
સંબંધ પવિત્ર હોય.
પ્રેમ એકાગ્રતા, જવાબદારી અને વિશ્વાસ પર ટકેલો રહે.
સ્ત્રી શક્તિ અને સન્માનનું સ્વરૂપ છે.
દેહ નહીં, આત્મા મુખ્ય છે.
પરિવાર જીવનનું પવિત્ર કેન્દ્ર છે.
હુક અપ કલ્ચર કહે છે-
સંબંધ માત્ર દેહલાલસા માટે.
પ્રેમ ક્ષણિક અને દેહ કેન્દ્રિત.
સ્ત્રી-પુરુષ વપરાશની વસ્તુ.
આત્મા નહીં, દેહ મુખ્ય.
પરિવાર જૂની માન્યતા.
આ બે વિચારધારાઓ એકબીજાના સીધા વિરોધમાં છે.
ભારતમાં હુક અપ કલ્ચર કેમ ઝડપથી ફેલાઈ રહ્યું છે?
પશ્ચિમી જીવનશૈલીનું અંધાનુકરણ
નૈતિકતા અને સંસ્કારોથી દૂરાવો
એકલતા અને ક્ષણિક આનંદનો મોહ
ખોટી સ્વતંત્રતા નામે દેહલાલસાનું ગ્લેમરાઈઝેશન
યુવાઓ પોર્ન ઇન્ડસ્ટ્રીઓ અને કૠઇઝચ કમ્યુનિટી પ્રત્યે આકર્ષણ અને એડલ્ટ ઇન્ડસ્ટ્રીઓ પ્રત્યે આકર્ષણ.
જલ્દી પૈસા કમાવવાની લાલચ: યુવતીઓ ‘ઓન્લી ફેન્સ’ જેવી એપ્લિકેશન તરફ આકર્ષિત, વેશ્યાવૃત્તિ તરફ પ્રયાણ
હુક અપ કલ્ચરથી બચવા શું કરવું? પરિવાર મૂલ્યો, આધ્યાત્મિકતા અને જાગૃતિ એકમાત્ર ઉપાય
હુક અપ કલ્ચર
કોને ફાયદો કરે છે?
અભદ્ર દૃશ્યોનું વેપાર કરતી સંસ્થાઓ જેમકે પોર્ન ઇન્ડસ્ટ્રીઓ અને એડલ્ટ ઇન્ડસ્ટ્રીઓ, ઓન્લી ફેન્સ એપ્લિકેશન. અયોગ્ય મનોરંજન બનાવતી કંપનીઓ
યુવાનોની કમજોરીમાંથી નફો કમાવતી ખાનગી સંસ્થાઓ
પરંતુ નુકસાન- યુવાનો, પરિવારો, સમાજ અને આખા રાષ્ટ્રને.

મનોરંજન માધ્યમો દ્વારા માનસિક ભ્રમ
અરે તમે માનશો નહીં. આજ કાલની યુવતીઓ એક એપ્લિકેશન પ્રત્યે ખૂબ જ આકર્ષિત થાય છે. અને જલ્દી પૈસા કમાવવા માટે યુવતીઓ
ઓન્લી ફેન્સ નામના એપ્લિકેશન નો ઉપયોગ કરી અને ત્યાં વેશ્યાવૃત્તિ અને પોતાના પ્રાઇવેટ અંગોના વિડિઓઝ અને ફોટા આ ઓન્લી ફેન્સ નામના એપ્લિકેશન માં અપલોડ કરી અને પૈસા કમાવે છે.
હાલમાં જ ઞજ(અમેરિકન) સુપ્રીમ કોર્ટએ આવા એપ્લિકેશન પર નિયંત્રણ કરવા સરકારને આદેશ આપેલ હતો પણ આજના યુવાઓની નબળી માનસિકતાના કારણે. સરકાર અને માતા પિતા પણ કશું કરી નથી શકતા. 2 વર્ષ પહેલા યુટ્યુબ પર અપલોડ થયેલ મિસ્ટર બિસ્ટ નામ ના યુટ્યુબર એ સ્ક્વિડ ગેમ નો વિડિઓ અપલોડ કરેલ હતો.જેમાં એક કેમીલી નામની છોકરીની સુંદરતાને જોઈ લોકોએ તેને સોશિયલ મીડિયામાં ખૂબ લોક ચાહના આપી. પણ કેમીલી નામની આ છોકરી એ સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગના નામે ઓન્લી ફેન્સમાં પોતાનું એકાઉન્ટ બનાવી અને પ્રોસ્ટિટુશન(વૈશ્યવૃતી)તરફ ચાલી રહી. એક રિપોર્ટ અનુસાર કેમિલીના માતા પિતા એટલી હદ સુધી લાચાર થઈ ગયા હતા કે તે પોતાની દીકરીને આવા ખરાબ કામ કરવાથી રોકી પણ ન શક્યા.

હુક અપ કલ્ચરની અસરથી કેવી રીતે બચી શકાય?
1. પરિવાર મૂલ્યો મજબૂત બનાવો, પરિવારમાં સંવાદ, સ્નેહ અને નૈતિક મૂલ્યોનું સંસ્કાર આપી શકાય.
2. આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ
યોગ, ધ્યાન, ગ્રંથવાચન અને સકારાત્મક સંગત યુવાનોને આંતરિક મજબૂતી આપે છે.
યોગ, ધ્યાન, ગ્રંથવાચન અને સકારાત્મક સંગત યુવાનોને આંતરિક મજબૂતી આપે છે.
3. સાચા જીવન આદર્શો
રાષ્ટ્રનાયક, આધ્યાત્મિક પુરુષો અને સંસ્કારી વ્યક્તિત્વો યુવાનો માટે સાચા પ્રેરણા સ્ત્રોત બને.
રાષ્ટ્રનાયક, આધ્યાત્મિક પુરુષો અને સંસ્કારી વ્યક્તિત્વો યુવાનો માટે સાચા પ્રેરણા સ્ત્રોત બને.
4. મનોરંજન માધ્યમો અંગે જાગૃતિ
અશ્લીલ દૃશ્યો અને વિદેશી પ્રભાવની હાનિકારક અસરો વિષે યુવાનોને સમજાવવું જરૂરી છે.
અશ્લીલ દૃશ્યો અને વિદેશી પ્રભાવની હાનિકારક અસરો વિષે યુવાનોને સમજાવવું જરૂરી છે.
નિષ્કર્ષ…
હુક અપ કલ્ચર માત્ર ટાઇમપાસની પ્રવૃત્તિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની મૂળભૂત મૂલ્યોને હાનિ પહોંચાડતું એક અત્યંત ખતરનાક પ્રવાહ છે. અમારી સંસ્કૃતિ પ્રેમ, પવિત્રતા, જવાબદારી અને માનવતાની પરંપરા ધરાવે છે. આ વિદેશી પ્રભાવથી યુવાનો પોતાના મૂળથી દૂર થઈ રહ્યા છે, પરંતુ સંસ્કૃતિનું રક્ષણ આપણા હાથમાં છે. જયારે યુવાનો સંસ્કાર, પરંપરા અને આત્મમૂલ્ય સ્વીકારે છે, ત્યારે હુક અપ કલ્ચર જેવા વિનાશક પ્રચાર પોતે જ નષ્ટ થઈ જાય છે.