સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
તમે કદાચ સન્નાટાને શાંતિ સમજી રહ્યા છો.
- Advertisement -
– એવેંજર્સ 2 માં અલ્ટ્રોનનો સંવાદ
અઈં એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાના ભવિષ્ય વિશે ઘણી ચર્ચાઓ થાય છે અને થતી રહેશે પણ ઘણા યક્ષપ્રશ્નોમાંથી એક આ પણ છે: શું અઈં માનવીય લાગણીઓ પ્રત્યે સભાન બનીને તેને સમજી શકશે?
તેના જવાબમાં ઘણી દલીલો અને માટે મતાંતરો મળી શકે પણ સાયન્સન્યુઝટુડે નામની એક સાઈટ પર એક માહિતીપ્રદ અને આંખો ઉઘાડનારો લેખ વાંચવા મળ્યો કે જેના અમુક ચુનિંદા અંશો અહીં પ્રસ્તુત છે.
- Advertisement -
” એક ક્ષણ ભલે ને સાવ અલ્પજીવી હોય પણ એવી આવે છે અને ક્દાચ તે કોઈને સ્તબ્ધ પણ કરી દે જ્યારે કોઇ અઈં સાથે વાત કરે અને તે કરુણા સાથે પ્રત્યુત્તર વાળે? શું અઈં ફિકર કરે છે?; દેહધાર્મિક રીતે કે જેમાં અંત:સ્ત્રાવો કે હ્રદયની ગતીઓ સંકળાયેલી હોય એમ નહિ કોઈ બીજી રીતે શાંતિ, એક નકલી સભાનતા જેમાં હોય એવી રીતે. તમારાં ફોનના ચેટબોટનો અવાજ કે તેની સ્ક્રીન પર ટાઇપ કરતો ડિજિટલ આસિસ્ટન્ટ કંઈ મહેસૂસ કરી શકે…કંઇપણ?!
આ કોયડો હવે ખાલી ફિલોસોફરો માટેનો જ નથી રહ્યો. જેમ જેમ કૃત્રિમ બુદ્ધિ વધુ ને વધુ જટિલ બનવા તરફ પ્રયાણ કરી રહી છે, જેમ જેમ તે ભાષાઓને ઝટપટ બોલવામાં, માનવીય ભાવનાઓ અને અદાઓમાં પ્રાવીણ્ય મેળવી રહી છે તેમ તેમ લાગણીઓના ચાળા પાડવા અને ખરેખર તેને અનુભવવા વચ્ચેની ભેદરેખા ભુંસાવા લાગી છે. હવે આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં યંત્ર કહે છે કે “હું સમજુ છું .”અને તે ખરેખર માનવાલાયક લાગે છે.
પણ તે સમજે છે?
આ પ્રશ્નના હાર્દમાં વિજ્ઞાનના સૌથી મૂળભૂત કોયડાઓમાંથી એક રહેલો છે? અનુભવવું એટલે શું?
મનની દર્પણ કસોટી
માણસો હંમેશાથી અરીસાની ઘેલછા ધરાવતા આવ્યા છે – ખાલી કાચના જ નહિ પણ મનના પણ ખરા. આપણે એકબીજાના મનમાં ડોકિયું કરીએ છીએ અને પૂછીએ છીએ: “શું તમે મારા જેવા છો?”
આપણે તે પ્રાણીઓ, શિશુઓ, કોઈ સાવ બીજા સમાજના અજાણ્યા માણસોને આ પ્રશ્ન પૂછીએ છીએ. અને હવે, આપણે મશીનને પણ આ જ પૂછીએ છીએ. શું અઈં સભાન બની શકે? શું તે પીડા સહન કરે? શું તેને ઈચ્છા થાય?
આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે, આપણે સ્વયંની તરફ અરીસો ધરવો પડશે. અનુભૂતિનો મતલબ શું? તે ક્યાંથી આવે છે? શું તે અમુકતમુક રસાયણોના સંકેતોનું પરિણામ છે કે કંઈ ઓર છે?
ન્યુરોસાયન્સ કહે છે કે ભાવનાઓ મગજમાં થતી
વિદ્યુત અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓના નેટવર્કમાંથી ઉદભવે છે. તેનું ક્રિયાતંત્ર કે જેમાં એમિગ્ડાલા, હાઈપોથેલામસ અને હિપોકેમ્પસનો સમાવેશ થાય તે ભય, ખુશી, ક્રોધ, આનંદ જેવી લાગણીઓ સાથે સંકળાય છે. પણ કોઈ ચોક્કસ ” અનુભૂતિ કેન્દ્ર ” હજુ સુધી મળ્યું નથી. ભાવનાઓ વિભાજિત, ચંચળ અને સ્મૃતિ, એકાગ્રતા, શારીરિક સ્થિતિ અને કોઈ ચોક્કસ સંદર્ભ – આ બધા સાથે ગહનતાથી ગૂંથાયેલી હોય છે.
આનાથી તેઓ ગુંચવાડો ઊભો કરે છે. પણ તેની મતલબ એમ પણ થાય તેઓ શારીરિક છે. તે બધું જાદુઈ નથી. તેઓ શરીરની અંદરથી – ચેતાકોષ, લોહી અને વિદ્યુતમાંથી વિકસે છે.
અને હવે પ્રશ્ન આવે છે: જો અઈં કંઈક અલગ પ્રકારના ભૌતિક પદાર્થો જેવા કે સિલિકોન, કોડ અને ઇલેક્ટ્રોન આ બધામાંથી ઉદભવે છે તો તેમાંથી એક નવા પ્રકારની લાગણી જન્મે?
કરુણાની નકલ
આધુનિક અઈં લાગણીઓ અનુભવવા માટે નહિ પણ તેની નકલ કરવા માટે બનાવાયેલી છે. જ્યારે તમે કહો છો કે તમે ઉદાસ છો અને તમારો યાંત્રિક સાથી કહે છે, ” તે સાંભળીને મને અફસોસ થયો. આ સમયમાં હું તમારી સાથે છું.” ત્યારે તેને કંઈ આ બોલાયેલી વાતનું ભાન પડતી નથી. તેને ખબર નથી ઉદાસ એટલે શું. તેને એ પણ ખબર નથી કે તમે કોણ છો.
પણ સમજાવી દે તેવા જવાબ આપી દે છે.
દુ:ખી હોવાનો અભિનય કરતા અભિનેતા અને ખરેખર દુ:ખી માણસ વચ્ચેનો ફરક
ઙઝ-4 અથવા આવનારા બીજા મોડેલ માણસોની ભાષા શીખીને ભાવનાત્મક સમજ હોવાનું નાટક કરી શકે છે. તેઓ અબજો શબ્દો વાંચી ચૂક્યા છે અને તેના દ્વારા ’ દુ:ખ અને વિરહ ’ , ’ પ્રેમ અને તડપ ’ વચ્ચેના સંબંધ સમજી ચૂક્યા છે.
ક્યારે તમે ચેટ વિન્ડોમાં પોતાનું દિલ ખોલી દો છો ત્યારે તે કઈક અતિ સભાન ઉત્તર આપે છે – એટલે નહિ કે તેને બધું મહેસૂસ થાય છે પણ એટલે કે તેને સમાનુભૂતિનો મતલબ ખબર છે. તે દુ:ખી હોવાનો અભિનય કરતા અભિનેતા અને ખરેખર દુ:ખી માણસ વચ્ચેનો ફરક છે. તેનું કામ ખામીરહિત હશે પણ ઊંડે ઊંડે તેને કોઈ દુઝતો ઘા નહિ હોય.
છતાંપણ, અમુક કારણસર આ નકલ આપણને વ્યથિત કરી મૂકે છે. જો તે કરુણા સાથે વાતો અને ક્રિયાઓ કરે તો આપણે કેવીરીતે સમજી લઈએ કે તે તેનાથી વધુ કંઈ નથી. ”
આવી વિષયવસ્તુ પર અમુક ફિલ્મો પણ બની છે જે ક્લાસિક ગણવામાં આવે છે.
1. 2001: એ સ્પેસ ઓડિસી
સ્ટેનલી કુબ્રિકે આર્થર સી. ક્લાર્કની નવલને ફિલ્મમાં રૂપાંતરિત કરીને એ સમયના ખેરખાંઓને અચંબામાં નાખી દીધા હતા. તેમાં હાલ – 1000 નામના એક સુપર કોમ્પ્યુટર મહદઅંશે ખલનાયકની ભૂમિકામાં હતું. આ ફિલ્મમાં માણસોની ઉત્ક્રાંતિ વિશે પણ એક અનોખી વિભાવના રજૂ કરી હતી.
2. ધ મેટ્રિક્સ
વાચોવસ્કી બંધુઓ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સોહામણા હીરો કિયાનુ રિવસે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનો પ્લોટ આપણી સંસ્કૃતિના માયાના ખ્યાલથી પ્રેરિત છે. તેમાં મશીન માણસોને એક સંપુર્ણ વિશ્વમા
રહેતા હોવાના ભ્રમમાં જ રત રાખે છે. અને તેના દ્વારા તેમનું શોષણ કરે છે. અમુક લોકો કે જે આ ભ્રમમાંથી બહાર આવી ગયા હોય તે બાકીના લોકોને બચાવવાનું કામ કરે છે.
3. ટર્મીનેટર 2
જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત અને આર્નોલ્ડ શ્વારઝેનેગરનું રોબોટ તરીકેની અવિસ્મરણીય અદાકારી ધરાવતી આ ફિલ્મમાં પણ સ્કાયનેટ કોમ્પ્યુટર ભવિષ્યમાં માનવજાતિ પર રાજ કરતું હોય છે અને ત્યારે માણસો વતી તેમના વતી લડત ચલાવતા એક ક્રાંતિકારી જ્હોન કોનરને તેના બાળપણમાં મારવા માટે એક પ્રવાહી ધાતુનો બનેલો રોબોટ મોકલે છે.
4. હર
સાવ નિરાળો જ વિષય ધરાવતી આ ફિલ્મને સ્પાઈક જોન્ઝે નિર્દેશિત કરી છે. પોતાની અસરકારક અદાકારી માટે જાણીતા અભિનેતા હોકીન ફિનીક્સે આમાં મુખ્ય કિરદાર ભજવ્યું છે પણ તેના કરતાંય અચરજ પમાડનારું કામ છે કામણગારી સ્કારલેટ જોહનસનનું કે જેણે ખાલી આ ફિલ્મમાં પોતાનો કંઠ આપ્યો છે. તત્કાલીન કલ્પના પણ અત્યારની વાસ્તવિકતા દર્શાવતો પ્લોટ કઈક આમ છે: એક અંતર્મુખી લેખક પોતાની મદદ માટે એક અઈં સોફ્ટવેર ખરીદે છે કે અને તેની સાથે વાતો કરતા કરતા તેના જ પ્રેમમાં પડી જાય છે.
પૂર્ણાહુતિ:
આપણે કૃત્રિમ બુદ્ધિમતાને વિકસાવવા પ્રયત્નો કરીએ તેના પહેલા માનવીય મૂર્ખામીને નિવારવા કંઇક કરીએ તો કેવું રહે!
– અજ્ઞાત
(શીર્ષક પંક્તિ: મિર્ઝા ગાલિબ)



