ઘટનાસ્થળે લઇ જઈ રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું : પોલીસે માફી મંગાવી
ઓટોમેટિક રિવોલ્વર કબ્જે : ધરપકડનો આંક 28 ઉપર પહોંચ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગના કેસમાં જંગલેશ્વરની મુરઘા ગેંગના વધુ ચાર શખ્સોને અને પેંડા ગેંગના એક આરોપીને એસઓજીએ ઝડપી લીધા છે ફાયરિંગ કેસની તપાસ કરનાર એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાને મુરગા ગેંગના બે સભ્યો ઈશરાકઅલી ઉર્ફે પુતન અને સુલતાન નનકે ફકીર ઉત્તરપ્રદેશ ભાગી ગયાની માહિતી મળી હતી આ બાતમી આધારે એસઓજીની એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી પોલીસે ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાનો ઈશરાકઅલી અને બહેરાઇચ જિલ્લાના સલમાનની ધરપકડ કરી તેમની પાસેથી એક ઓટોમેટિક રિવોલ્વર મળી આવતા કબ્જે કરી છે આ બંને આરોપીઓ મુરઘા ગેંગને હથિયાર આપવા આવ્યા હતા. એટલું જ નહીં બંને આરોપીઓની ઘટના સ્થળે પણ હાજરી મળી આવી હતી. જેને ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત એસઓજીએ મુરઘા ગેંગના મોહસીન ઉર્ફે ભેંસ નાસીર તાયાણીને સેમી વિદેશી ગણાતી રિવોલ્વર અને તેના 3 ફૂટેલા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. આરોપી મોહસીન મૂળ ધોરાજીનો વતની છે. હાલ જંગલેશ્વરમાં રહે છે આ ઉપરાંત એસઓજીએ મુરઘા ગેંગના અન્ય એક સાગરીત અને પેંડા ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે મુરઘા અને પેંડા ગેંગ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ અત્યાર સુધીમાં પોલીસે બંને ગેંગના 28 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ગુજસીટોકના ગુનામાં પેંડા ગેંગના 17 આરોપી જૂદી-જૂદી જેલોમાં ધકેલાયા
ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધા બાદ રિમાન્ડ પૂરા થતા જેલહવાલે કરવા કોર્ટનો આદેશ
- Advertisement -
ગુજસીટોક હેઠળ આજીવન કેદની જોગવાઈ : મુરગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ તોળાતા પગલાં
રાજકોટ શહેર અને જિલ્લા અને અન્ય શહેરોમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ખૂન, ખૂનની કોશિષ, હુમલા, ડ્રગ્સ-દારૂ સહિતના 108 જેટલા ગુના આચરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાળી ટીલી લગાડનાર પેંડા ગેંગના 17 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા છ આરોપીની ધરપકડ કરી 11 આરોપીઓનો જેલમાંથી કબ્જો લેવામાં આવ્યો હતો અને રિમાન્ડ મેળવી તપાસ પૂર્ણ થયા બાદ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ 17 આરોપીઓને રાજયની જુદી-જુદી જેલમાં ધકેલી દેવાનો હુકમ કરતા તમામને જેલભેગા કરી દેવામાં આવ્યા છે.
રંગીલા રાજકોટની શાંતિ અને સલામતીને પલીતો ચાંપનાર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગ થયાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડાડયા બાદ ઉચ્ચ અધિકારીઓએ પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અન્વયે ક્રાઈમ બ્રાંચે પેંડા ગેંગના 17 સભ્યો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા ગઈકાલે રિમાન્ડ પુરા થતાં ક્રાઈમ બ્રાંચે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યો હતા કોર્ટના આદેશના પગલે રાજયની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા છે પેંડા ગેંગના બે-બે સભ્યોને સાબરમતી, સુરત, હિંમતનગર અને જામનગર, એક-એક સભ્યને દાહોદ અને મહેસાણા જયારે સૌથી વધુ પાંચ સભ્યોને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે આ કેસની તપાસ હજી ત્રણ માસથી લઈ છ માસ સુધી ચાલશે. તપાસના અંતે ક્રાઈમ બ્રાઁચ ચાર્જશીટ ફાઈલ કરશે. ગુજસીટોક હેઠળ આજીવન કેદની સજાની જોગવાઈ છે. પેંડા ગેંગ સાથે જ મંગળા મેઈન રોડ પર ફાયરિંગ કરનાર મુરગા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી તોળાઈ રહી છે..



