સુપ્રીમની ટકોર બાદ દિલ્હી સરકારનો નિર્ણય
દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે અને હવે તે ‘શ્ર્વાસ રૂંધાઈ જાય તેવી’ બની રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (અચઈં) સતત ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહેવાને કારણે, દિલ્હી સરકારે શાળાઓમાં તમામ પ્રકારની રમત-ગમત અને આઉટડોર પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સુપ્રીમ કોર્ટની ટકોરના એક દિવસ બાદ આવ્યો છે, જેમાં કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (ઈઅચખ)ને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દિલ્હીની શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ રોકવા માટે નિર્દેશો જારી કરવા પર વિચાર કરવા કહ્યું હતું.



