જિયોએ ગૂગલ જેમિની-3 મોડેલ સાથેની આકર્ષક અઈં ઓફર તમામ અનલિમિટેડ 5જી ગ્રાહકો માટે વિસ્તારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રિલાયન્સ જિયોએ આજે તેના મહત્ત્વપૂર્ણ જિયો જેમિની પ્લાન અંગે મોટી જાહેરાત કરી છે. કંપનીએ ગૂગલના અદ્યતન જેમિની-3 મોડેલનો સમાવેશ કરીને ’જિયો જેમિની પ્રો’ પ્લાનને તમામ અનલિમિટેડ 5જી ગ્રાહકો માટે 18 મહિના સુધી મફત ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી છે. અગાઉ આ ઓફર ફક્ત યુવાવર્ગ માટે જ હતી, જેને હવે જિયોએ તેના સમગ્ર અનલિમિટેડ 5જી યુઝરબેઝ માટે વિસ્તૃત કરી છે. આ અપગ્રેડમાં ગૂગલના નવા અને શક્તિશાળી જેમિની-3 મોડેલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ વિસ્તરણના પરિણામે, યોગ્યતા ધરાવતા તમામ જિયો અનલિમિટેડ 5જી વપરાશકર્તાઓ ₹35,100 ની કિંમતના જેમિની પ્રો પ્લાનનો 18 મહિના સુધી વિના મૂલ્યે આનંદ માણી શકશે. જિયોની આ પ્રતિબદ્ધતા ભારતમાં દરેક વ્યક્તિ માટે અદ્યતન અઈં ટેકનોલોજીના ઉપયોગને સર્વવ્યાપી બનાવવાની નેમને વધુ મજબૂત બનાવે છે. આ ઓફર 19 નવેમ્બર, 2025 થી ઉપલબ્ધ છે અને ગ્રાહકો માયજિયો એપ્લિકેશન પર “ક્લેમ નાઉ” વિકલ્પ દ્વારા તુરંત જ તેને એક્ટિવેટ કરી શકે છે.



