સરપંચ રજા પર હોવાથી છતાં પણ ગ્રામ પંચાયત ખાતે આવીને કર્યું ફરમાન, વિડીયો થયો વાયરલ
ટીડીઓએ તમામ ગામોનાં સરપંચને પત્ર દ્વારા ખેડૂતોના ફોર્મ ભરવા આપી સૂચના
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. અને અવિરત વરસાદને લીધે ખેડૂતોનો તમામ પાકો નિષ્ફળ ગયા હતા. કારણકે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતનો પાકનું ધોવાણ થયું હતું. જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
ભારે નુકસાન થતાં ખેડૂતોને મોઢામાં આવેલ કોળીયો છીનવાઇ ગયો હતો તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અને ખેડૂતોને મહેનત પાણીમાં ગઈ હતી. અને ખેડૂતોને 100 ટકા નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર સંવેદનશીલ બની ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અમરેલીના લીલીયા ગ્રામ પંચાયતનો ફતવો સામે આવ્યો હતો. જે ખેડૂતોને વેરો બાકી હોય તો પહેલા વેરો ભરો પછી સહાય ફોર્મ ભરાશે તેવો નિયમ જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો હતો. જોકે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરાએ તલાટી કમ મંત્રીને ખેડૂતનો બાકી વેરો ભરાય પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપતા અહીં સહાય ફોર્મની કામગીરી અટકી પડી હતી. જેથી તલાટી કમ મંત્રીએ આ મુદ્દે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. અને સરપંચનો આવો હુકમ હોય તે સંજોગોમાં ખેડૂતોના ફોર્મ ભરવા કે શું કરવું તે અંગે માર્ગદર્શન માગ્યું હતું. જોકે સરપંચ કારણોસર રજા ઉપર છે. અને ચાર્જ બીજા પાસે છે. અને ઇન્ચાર્જ પણ બહારગામ હતા. તેવા સમયે રજા પર રહેલા સરપંચ જીવનભાઈ વોરા ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી આવીને પહેલા વેરો વસુલવા અને પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપી હતી.
આ સમગ્ર મામલાનો સરપંચનો વિડિયો સામે આવ્યો હતો. અને વિડિયોમાં સ્પષ્ટ રીતે સરપંચ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા ખેડૂતોને પોતાની મનમાની થી કહીં રહ્યા છે કે, પહેલા વેરો ભરો પછી તમારા સહાય ફોર્મ ભરાશે તેવો ફતવો કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે શું આવી રીતે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કરેલા નિવેદનને કેટલું વ્યાજબી કહેવાય? ખેડૂતો પર માવઠાનો માર પડ્યો છે સરકાર પણ ખેડૂતોની વહારે છે પણ લીલીયા ગ્રામ પંચાયતના સત્તાધીશો ખેડૂતોને વધારે મુંઝવણમાં મુકી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રીયા આપી હતી. અને લીલીયા ગ્રામ પંચાયતની વાતને નકારી હતી. ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જીગાશાબેન યાજ્ઞિકે તાબડતોબ રીતે તમાંમ સરપંચોને પત્ર દ્વારા ખેડૂતોના ફોર્મ ભરવા સૂચના આપી હતી. અને કોઈપણ ખેડૂતોને વેરો બાકી હોય તેવા ખેડૂતો સહાયથી વંચિત ના રહે તેવી તાલુકા વિકાસ અધિકારીએ તમામ સરપંચોને કડક સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
હાલમાં અમરેલી જિલ્લાની તમાંમ ગ્રામ પંચાયતોમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનીના સહાય ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કુદરતી આફતને કારણે ખેડૂતો બેઠા થાય તે માટે આ કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરાયું છે. પરંતુ લીલીયા ગ્રામ પંચાયતના સત્તાધીશો જાણે કોઈ માનવતા ચૂકી ગયા હોય તેવુ લાગે છે. ત્યારે સરપંચના નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.



