ત્રંબા, હલેન્ડા ગ્રામ સંલગ્ન હાઇવે પર પેવર પટ્ટી અને પેચવર્ક કામ દ્વારા રસ્તા સુધારણા કામગીરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેર તેમજ હાઇવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. જે અન્વયે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે પર ગત તા. 9થી રોડ રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આર.બી. સ્ટેટના અધિકારી સંજય પટેલના જણાવ્યા મુજબ, રાજકોટથી આટકોટ સુધીના હાઇવે પર ડામર પેવર પટ્ટી તેમજ પેચ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં આજરોજ ત્રંબા પાસે, મહિકાના પાટીયા પાસે તેમજ હલેન્ડા ગામ પાસે કામગીરી કરવામાં આવી રહી છે.



