ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર-દંડક મનિષ રાડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
રી-કાર્પેટિંગ કામ પૂર્ણ થવાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેમજ વિસ્તારના નાગરિકોને રાહત મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં. 2 વિસ્તારમાં આવેલા હનુમાન મઢી રોડથી રેસકોર્સ રીંગ રોડ સુધીના એરપોર્ટ રોડના ડામર રી-કાર્પેટિંગ કામનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું હતું.
- Advertisement -
આ કાર્યક્રમ 69-વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વોર્ડ નં. 2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, હર્ષવર્ધનભાઈ કહોર, ગુલાબસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ગોહિલ, નીલેશભાઈ તેરૈયા, ભારથાઈ કાઠી, રાજુભાઈ પારેખ, રઘુભાઈ ચાવડા, જેન્તીભાઈ બુધેલીયા, કૌશિકભાઈ અઢીયા, છેલ્લભાઈ રાવલ, જે.ડી. ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, વિલાસગીરી ગોસ્વામી, કૌશલભાઈ કોઠારી, કલ્પેશભાઈ રાઠોડ, અશ્વિનભાઈ અઢિયા, સીમાબેન અગ્રવાલ, જસુમતીબેન તેમજ વિસ્તારના અન્ય આગેવાનો અને બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ રોડનું આ રી-કાર્પેટિંગ કામ પૂર્ણ થવાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેમજ વિસ્તારના નાગરિકોને રાહત મળશે.



