જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પર ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 14 નવેમ્બર 2025ના રોજ તાલાલા તાલુકાના માધુપુરમાં પટેલ સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય એ માટે જિલ્લા કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ આ કાર્યક્રમને સમાનાંતર યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે.



