રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આજીવન સેવા શરૂ; રાજકોટના મહેતા પરિવારે આપ્યો સહયોગ
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે છેલ્લા 20 વર્ષથી મૂંગા જીવોની અવિરત સેવા આપતા જીવદયા ગ્રુપની કામગીરીને વધુ વેગ આપવા માટે આજે કાયમી ઈમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપ દ્વારા આ એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટના મીત, પ્રિયા અને સૂચિત મહેતા પરિવારના આર્થિક સહયોગથી ઘેટી ગામ મધ્યે દેરાસરના પ્રાંગણમાં આજીવન આયંબિલ તપસ્વી આચાર્ય શ્રી હેમ વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઘાયલ પશુઓની સારવાર માટે અર્હમ સેવા ગ્રુપ હેલ્પલાઇન નંબર 6262808003 પર કોલ કરી શકાશે.
આ પ્રસંગે પાલીતાણા ઉુજઙ મિહીરભાઈ બારૈયા, જૈન સંઘ પ્રમુખ શાંતિભાઈ મહેતા, ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, ગૌસેવા સમિતિના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા ચાલુ કરાવવામાં પાલીતાણા ધર્મશાળા એસોસિએશન અને ગૌસેવા સમિતિના સભ્યોનો મુખ્ય ફાળો રહ્યો છે.



