બે ઉંઈઇ તથા ચાર ટ્રેકટર સહિત એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે સરકારી જમીન પર તાસળાનું ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની માહિતી સ્થાનિક પ્રાંત અધિકારીને થતા ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા મોટી મોલડી ગામે દરોડો કરી સરકારી સર્વે નંબર 282 વાળી જમીન પર ગેરકાયદેસર રીતે તાસળાનું ખનીજ ખોદકામ કરતા બે જીસીબી તથા ચાર ટ્રેક્ટર મળી કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગેરકાયદેસર ખનન પ્રવૃતિમાં સંડોવાયેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ ડાભી તથા તેઓના પુત્ર સંજયભાઈ ડાભી રહે: અમદાવાદ વાળા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે ગેરકાયદેસર ખનનમાં ઉપયોગ થયેલ વાહનોમાં ટ્રેક્ટર માલિક ગોપાલભાઈ સોમાભાઈ ડાભી, અમરશીભાઈ નાનજીભાઈ કુમારખાણીયા, નાથાભાઈ બીજલભાઇ મકવાણા, સોમાભાઈ રામજીભાઈ ડાભી જ્યારે જેસીબી ના માલિક ગોપાલભાઈ સોમાભાઈ ડાભી તથા વિકાસભાઈ હમીરભાઇ કુમારખાણીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.



