40 ટકે લીધેલા 1 કરોડ સામે 55 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 કરોડની ઉઘરાણી કરી ધમકી
પિતા-ભાઈ પાસે ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ભાઈઓ સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરોને પોલીસનો જરાપણ ભય ન હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને ધમકાવી રહ્યા છે ત્યારે રાજકોટના વર્લ્ડ ઈન બોક્સના સંચાલક પાસેથી 1 કરોડનું 40 ટકા વ્યાજ લઈ વધું 10 કરોડ માંગતા યુવાન ધમકીથી કંટાળી ઘર છોડી જતો રહ્યો છે વ્યાજખોરોએ પરિવારને પણ ધમકીઓ આપતા યુનિવર્સીટી પોલીસે બે શખ્સો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગરમાં રહેતાં વિનુભાઇ મેપાભાઇ વિરડા ઉ.60એ વિજય મકવાણા અને ભાવેશ મકવાણા નામના બે વ્યાજખોર સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સ્લેપ ભરવાનુ કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે તેમના પરીવારમાં પત્ની, બે પુત્રમાં મોટો પુત્ર દિલીપભાઈ તથા નાનો પુત્ર વિશાલભાઈ છે ગઈ તા.11/10 ના તેનો નાનો દિકરો વિશાલ ઘરેથી કઈ કહ્યા વગર જતો રહ્યો હતો જેથી અમે યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે તા.12/10ના રોજ ગુમ નોંધ કરાવી હતી જે બાદ તે તા.14/10ના પોતાની જાતે ઘરે પરત આવી જતા તેને ઘર છોડવાનું કારણ પુછતા તેણે જણાવેલ કે, વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા બંન્ને ભાઇઓ જે સોસાયટીમાં જ રહેતા હોય અને તેમની ઓફીસ રામાપીર ચોકડી ખાતે જાનકી કોમ્પ્લેક્ષમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ નામથી ચલાવે છે.
તે લોકો પાસેથી મે વ્યાજે પૈસા લીધા હતાં જેનુ વ્યાજ વધુ ચડી જતા તે મારી પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હોય અને તે પૈસા હું આપી શકુ તેવી મારી હાલત ન હોવાથી કંટાળીને હું ઘર છોડીને જતો રહ્યો હતો પુત્રને પુછેલ કે કેટલા પૈસા તે લોકોને આપવાના છે પરંતુ તેણે જણાવેલ નહી અને કહેલ કે અમારા ઘરમાં પ્રસંગ હોય જેથી પછી જણાવીશ બાદમાં તેનો દિકરો વિશાલ ફરી તા.31/10ના રોજ સવારે ઘર છોડીને જતો રહ્યો હતો અને તેણે એક ચિઠ્ઠી લખીને રાખી હતી જે ઘરમાંથી અમને ગઇ તા.06 ના મળતા તે ચિઠ્ઠી પોલીસ પાસે રજૂ કરી હતી આ ચિઠ્ઠીમાં પ%A



