મંત્રીઓને સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, પંચાયત, પ્રવાસન વિભાગના વિવિધ કામો અંગે રજૂઆતો કરાઈ: પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના વિકાસની યાત્રામાં રાજકોટ જિલ્લાને આગળ વધારવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ તાજેતરમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ – નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લાના પંચાયત, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, નાણાકીય, પ્રવાસન અને અન્ય વિભાગો સાથે સંકળાયેલા વિકાસકાર્યો અંગે રજૂઆતો કરી હતી.
- Advertisement -
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પંચાયત મંત્રી (રાજ્યકક્ષા) સંજયસિંહ મહિડાને 15મી નાણા પંચ 2025-26ની ગ્રાન્ટ માટેની માંગણી અને જિલ્લાની કુલ 27 આધાર કાર્ડ કીટ્સને એક્ટિવ કરવાની રજૂઆત અને પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સિંચાઈ વિભાગને લગત રજૂઆતો જેમકે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના સ્ટાફની ઘટ્ટ ની પુર્તતા કરવા માટે અને સૌની યોજના અંતર્ગત વિવિધ લિંકના કામોને ઝડપી શરૂ કરવા માટે વિગતવાર રજૂઆત કરી હતી.



