માવઠાની માઠી: 4784 ટીમે 85%થી વધુ પાક નુકસાનીની સરવેની કામગીરી પૂર્ણ
240 તાલુકાની 10 લાખ હેક્ટર જમીનમાં પાક નુક્સાનીનો સરકારનો અંદાજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, મકાઇ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાઈ-લેવલ બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રી સહિત ટોચના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જઉછઋના નિયમોથી અલગ જઈ, રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરી શકે છે જે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ બની શકે છે. આજે જ રાહત પેકેજ જાહેરાતની પ્રબળ સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે જેના આધારે યોગ્ય સહાય જાહેર થશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. અત્યાર સુધીમાં 4784 ટીમ દ્વારા 85 ટકાથી વધુ પાક નુકસાનીની સરવેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉ5રાંત આજે સાંજ સુધીમાં સરવે રીપોર્ટ આવી જશે. એક અંદાજ મુજબ 240 તાલુકાની 10 લાખ હેક્ટર જમીનમાં નુક્સાનનો અંદાજ છે ત્યારે ચાલી રહેલા સરવેમાં પ્રાથમિક રીતે 1574.48 કરોડનું નુક્સાન થયું હોવાનો અંદાજ અંકાઈ રહ્યો છે. 70 ટકા જેટલા વિસ્તારની ચકાસણી બાદ અંદાજ નક્કી કર્યો છે. મુખ્યમંત્રી રાહત પેકેજની બુધવારે જાહેરાત કરે તેવી શક્યતા છે. અલબત્ત સરકારની જ એક એજન્સીએ અગાઉ પ્રારંભિક અંદાજમાં માવઠાની વ્યાપકતા જોઈને તે મુજબ 11 હજાર કરોડનું કુલ નુકસાન જાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
સરવેમાં પ્રાથમિક રીતે 1574.48 કરોડનું નુક્સાન થયું હોવાનો અંદાજ
- Advertisement -
સૌરાષ્ટ્ર ઝોન: 12.65 લાખ ખેડૂતને 1218 કરોડનો ફટકો
કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વાવેતર થયેલા 37.71 લાખ હેક્ટર પૈકી 33.53 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. અત્યાર સુધીમાં 28.28 લાખ હેક્ટર સાથે સર્વેની 84.34% કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધીના સરવેમાં 12.65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે રૂ.1218.50 કરોડનું નુકસાન થયું છે.



