કુલસચિવ ડો. મનીષ ધામેચા, પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી
સરદાર વલ્લભભાઈ પટેલએ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે: કુલપતિ ઉત્પલ જોશી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટી પરિસરમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી, કુલસચિવ ડો. મનીષભાઈ ધામેચા, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
- Advertisement -
કુલપતિ. ઉત્પલ જોશી સાહેબે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. આઝાદી પછીની પરિસ્થિતિમાં “રાષ્ટ્ર પ્રથમ” ની સંકલ્પનાને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સાકાર કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલજીને યાદ કરી રાષ્ટ્ર માટે આપણે સૌ કાર્ય કરીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ’સરદાર પટેલ ચેર’ ના માધ્યમથી સરદાર સાહેબના કરેલા કાર્યોને વિદ્યાર્થીઓ અને જન-જન સુધી પહોંચાડીએ. સમાજમાં ’એકતા’ નો સંકલ્પ કરીએ અને એ દિશામાં કાર્ય કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વિશે ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવા આયોજનો ’સરદાર પટેલ ચેર’ ના માધ્યમથી કરવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ’સરદાર પટેલ ચેર’ દ્વારા બેનર પ્રદર્શિત કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી સરદારને યાદ કર્યા હતા.



