ક્વાર્ટર પાસે દારૂડિયાઓ, ગંજેરીઓ અને આવારા તત્વો માટે બન્યો અડ્ડો: સ્ત્રીઓને સાંજે નીકળવું મુશ્કેલ
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ ગુજરાતમાં ત્રીજા નંબર પર પરંતુ વાસ્તવિકતા અલગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નગરને સ્વચ્છ રાખવા બદલ કેન્દ્ર સરકારે પ્રોત્સાહન ઇનામ રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવ્યું હતું. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે પરંતુ સોસાયટી, શેરીઓની સ્થિતિ કંઈક અલગ જ છે. સ્વચ્છતાની વાતો માત્રને માત્ર સરકારી ફાઇલો પૂરીત સિમિત રહી ગઇ છે. સ્વચ્છતા લાવે સમૃદ્ધિ આ સૂત્ર સામાન્યત દરેક દીવાલો પર જોવા મળતું હોય છે. પરંતુ રાજકોટ મનપાના શાસકો અને અધિકારીઓને આ સૂત્ર વિસરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ગંદકી કેવી ખદબદી રહી છે તેની વરવી વાસ્તવિકતા રિફ્યુજી કોલોનીના પીડબલ્યુડી ક્વાર્ટરમાં જોવા મળી રહી છે. ગંદકીથી ખદબદતી કોલોનીના રહેવાસીઓ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોલોનીના લોકોએ અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ તંત્રના પેટમાં પાણી નથી હટતું.
3 મહિના પહેલા રાજકોટ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. તો શું રાજકોટ મનપા આ ક્રમમાં આગળ વધવા માંગે છે કે પાછળ ? સ્વચ્છત્તાના નામે મોટી મોટી વાતો કરવી કે બણગા ફૂંકવાથી શહેર સ્વચ્છ નથી બનતું.
રાજકોટ મનપા કમિશનર અને મેયર સહિતના તમામ સત્તાધીશોએ આ બાબતે આળસ ખંખેરી તાત્કાલિકધોરણે કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ બનાવવું જોઈએ. જ્યારે સાંજના સમયે ક્વાર્ટર પાસે દારૂડિયાઓ, ગંજેરીઓ અને આવારા તત્વો પોતાનો અડ્ડો જમાવીને બેઠા હોય છે જેથી સ્ત્રીઓને સાંજે નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.



