સરકારના પોષણયુકત આહાર અભિયાનનું સૂરસૂરિયું
સરકાર ખુદ લોકોનું આરોગ્ય જોખમાય તેવી ખાધ ચીજો આપતી હોવાની રાવ
- Advertisement -
30 રૂપિયે કિલો અપાતા ચણામાં જીવાત નીકળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકાર એક તરફ પોષણયુકત આહાર લેવાની અને આરોગ્ય જોખમાય તેવી ખાધ ચીજો ન વાપરવાની અપીલ કરે છે બીજી બાજુ લાખો ગરીબોને સસ્તા અનાજનાં દુકાનદારો મારફત અપાતી ખાધ ચીજો હલકી ગુણવતાની અપાઈ રહી છે ગત મહિને એપીએલ ધારકોને ચણા અને બાજરો આપવામાં આવ્યા હતા. જે લોકો એનએફએસએ કાર્ડ ધરાવે છે તેને 30 રૂપિયે કિલો ચણા આપવામાં આવે છે પરંતુ તે ચણા એકદમ સડેલા અને હલકી ગુણવત્તાના નીકળતા કાર્ડધારકો તંત્ર સમક્ષ બળાપો કાઢી રહ્યા છે. સરકારી ગોડાઉનોમાં પડેલા ખાધ માલોની ચકાસણી તથા સફાઈ કરવાની તાતી જરૂરીયાત હોવાનુ ચર્ચાસ્પદ બન્યુ છે. આ પ્રકારની બેદરકારી ઉડીને આંખે વળગી રહેતા દુકાનદારોને લાભાર્થીઓ સામે જવાબો આપવા ભારે પડી રહ્યા છે.