24 વર્ષના સુશાસનથી તેજસ્વી ગુજરાત: સૌર ઊર્જાથી ઝળહળતું રાજકોટ
ગોંડલ તાલુકામાં 11 હજારથી વધુ ગ્રાહકોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 45652 ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે અને 138663 કિલોવોટનું વીજ ઉત્પાદન થયું છે. ગોંડલ તાલુકો સૌર ઊર્જાના ઉપયોગ અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. ગોંડલ તાલુકામાં 11 હજારથી વધુ ગ્રાહકોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, અને પ્રતિવર્ષ 35396 કિલો વોટ વીજ યુનીટ ઉત્પાદન થાય છે. બીજા ક્રમાંકે જેતપુર તાલુકો છે. જ્યાં 8600થી વધુ ગ્રાહકોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, અને પ્રતિવર્ષ 28589 કિલોવોટ વીજ યુનીટ ઉત્પાદન થઇ રહ્યું છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના વિકાસને નવી દિશા મળે તે માટે અનેકવિધ યોજનાઓ શરૂ છે. વડાપ્રધાના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તેમણે આપેલી સૌર ઉર્જાની ભેટ કેમ ભૂલાય.. જેના લીધે અનેક ઘરોના વીજ બિલ શૂન્ય થઈ ગયા છે અને બચત પણ અનેકગણી વધી ગઈ છે.
પી.જી.વી.સી.એલ.ના રૂરલ સર્કલના અધીક્ષક ઈજનેર જે.બી.ઉપાધ્યાય જણાવે છે કે, ઘર ઉપર 7સોલર પેનલ લગાડવાની શરૂઆત થઈ ત્યારે રાજકોટ જિલ્લામાં વર્ષ 2016માં 7 ગ્રાહકોએ જ પેનલ લગાવી હતી અને 47 કિલોવોટ પાવરનું ઉત્પાદન થયું હતું. જેમાં ઉત્તરોતર વધારો થયો અને વર્ષ 2017માં 285 ગ્રાહકો જોડાયા અને 1059 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું. જેમ-જેમ લોકોના વીજબિલમાં ઘટાડો થતો ગયો તેમ તેમ સોલાર પેનલ લગાવવાની સંખ્યામાં વધારો થતો ગયો. વર્ષ 2016થી 2023 સુધીમાં 22883 ગ્રાહકોએ તેમના ઘર ઉપર સોલાર પેનલ લગાવી અને 75757 કિલોવોટનું વીજ ઉત્પાદન કર્યું હતું.