મેયર બંગલા ખાતે તૈયારી બેઠક યોજાઈ; લીગલ સેલના 500 સભ્યો સફેદ શર્ટ પહેરી હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ રાજકોટ મહાનગર તથા જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે તા. 15-10-2025ના રોજ રેસકોર્સ ખાતે આવેલ કવિ શ્રી રમેશ પારેખ રંગ ભવન ખાતે યોજવામાં આવશે.
આ કાર્યક્રમના આયોજનના અનુસંધાને ગઈકાલે મેયર બંગલા ખાતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી. આ બેઠકમાં મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાની, મુકેશભાઈ દોશી, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ તેમજ લીગલ સેલ વતી સંયોજક પિયુષભાઈ શાહ અને સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા હાજર રહ્યા હતા.
- Advertisement -
લીગલ સેલની સજ્જતા:
આવતીકાલના અભિવાદન સમારોહમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના આશરે 500 સભ્યો હાજર રહેશે. આ માટે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, મહાનગર સંયોજક પિયુષભાઈ શાહ, સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા સહિત વિવિધ વિધાનસભાના ઇન્ચાર્જ અને કોર કમિટીના સભ્યો (જયસુખભાઈ બારોટ, રાકેશભાઈ ગૌસ્વામી, શૈલેષભાઈ વ્યાસ, ધર્મેશ સખીયા, નેહાબેન જોષી, વિરેન વ્યાસ, વિમલ ડાંગર) જહેમત ઉઠાવી રહ્યા છે. લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ અને સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા દ્વારા તમામ સભ્યોને સફેદ શર્ટ પહેરીને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.