‘હપ્તા સિસ્ટમ’ના કારણે ડમ્પરો યમદૂત બની નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે; કોંગ્રેસ દ્વારા સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યાના મૂળમાં પોલીસ અને છઝઘ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી ચાલતી કથિત ’હપ્તા સિસ્ટમ’ અને ભ્રષ્ટાચાર હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ કોંગ્રેસે કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, પ્રજાના ટેક્સના કરોડોના પગાર ચૂકવાતા હોવા છતાં, ₹500 થી ₹5,000 સુધીના કથિત હપ્તાઓના કારણે યમદૂત બની દોડતા ડમ્પરો નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ
રહ્યા છે.
શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના નશામાં ધૂત ડ્રાઇવિંગ કરતા ડમ્પર ચાલકો સામે પોલીસ અને છઝઘ તંત્ર વામણા પુરવાર થયા છે. સામાન્ય નાગરિકોને હેલ્મેટ કે સિગ્નલના નામે દંડ વસૂલતા તંત્રને નંબર પ્લેટ વગરના, ઓવરલોડેડ અને નો-એન્ટ્રીમાં ઘૂસતા ડમ્પરો દેખાતા નથી. કોંગ્રેસે સવાલ કર્યો છે કે, શું હપ્તા સિસ્ટમ સામે પ્રજાના જાનની કોઈ કિંમત નથી? ભાજપ સરકારના શાસકો ક્યારે નિર્દોષ પ્રજાજનોને અકસ્માતનો ભોગ બનતા અટકાવશે, અને ઉચ્ચ અધિકારીઓ અઈ ચેમ્બરો છોડી ક્યારે કાયદાની અમલવારી કરવા ફિલ્ડમાં ઉતરશે? કોંગ્રેસે નિર્ભર તંત્રને જગાડવા અને પ્રજાને પણ જાગૃત થવા અપીલ કરી છે.