બાંધકામ શાખામાં 21.41, સિંચાઈ વિભાગમાં 4.07 કરોડ સહિત 38 કામોને બહાલી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ રૂ. 25.51 કરોડના જુદા જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ચેરમેન પી.જી.ક્યાડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ 38 કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાંધકામ શાખાના 21.41 કરોડના 23 કામોને બહાલી અપાઈ છે. જ્યારે સિંચાઈ વિભાગમાં કુલ 4.07 કરોડના 13 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 7 કામોના ટેન્ડરના 1.69 કરોડ અને 6 કામોની વહીવટી મંજૂરીના 2.37 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 38 કામો 25.51 કરોડના સિંચાઇ અને બાંધકામ કામોના ટેન્ડર તેમજ વહીવટી મંજૂરી, પંચાયત શાખાને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની સભ્ય ફી તથા અનુદાનની રકમ ભરવાની મંજૂરી તથા આરોગ્ય શાખાને જર્જરીત સ્ટાફ ક્વાર્ટરના મકાન તથા પેટા આરોગ્ય કેન્દ્રના મકાનોનું ડિમોલેશન કરવા મંજૂરી આપવામાં આવેલી છે.
તેમજ આજની બેઠકમાં અધ્યક્ષ પી.જી.ક્યાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્યઓ, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહેલ હતા.