જો ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો સંચાલક ફરિયાદની ધમકી આપી રૂપિયા પડાવતો
બે વર્ષથી અમદાવાદના ચાંગોદરથી દવાનો જથ્થો મંગાવીને વેચતો : 3.96 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દેવા અન્વયે પોલીસ સતત કાર્યશીલ છે ત્યારે ભાયાવદરમાં મેડિકલ સ્ટોર્સમાંથી સેક્સ સ્ટેમીના વધારવાની દવા વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી સૂત્રધાર સહિત નવ શખ્સોને પકડી પાડ્યા છે સૂત્રધાર બે વર્ષથી અમદાવાદથી સેક્સ સ્ટેમીના, ડાયાબીટીસ અને વજન ઘટાડવાની દવા મંગાવી વેચતો હોવાનું જાણવા મળ્યું છે હતો.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ ઉપર અસરકારક કામગીરી કરવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મળેલી સૂચના અન્વયે ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે ભાયાવદરમાં સરદાર ચોક પાસે આવેલ બાલાજી મેડીકલ સ્ટોરમાં દર્શક માકડીયા કમીશન ઉપર માણસો રાખી સેકસ્યુઅલ સ્ટેમીના વધારવાની પ્રોડકટનું કોઈ પણ જાતની ડીગ્રી કે આધાર વગર ઓનલાઇન વેચાણ કરે છે આ બાતમી આધારે દરોડો પાડ્યો હતો અને સંચાલકનું નામ પૂછતા પોતે કારડીયાવાસમાં રહેતો દર્શક મનસુખ માકડીયા ઉ.27 હોવાનું જણાવ્યું હતું.
જેથી તેની પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત આપી હતી કે આ જગ્યા ધોરાજીના પિયુષભાઇ જાવિયા પાસેથી માસીક 3 હજાર લેખે ભાડે રાખી સેક્સ પ્રોડકટ, ડાયાબીટીશ તથા વજન ઘટાડવાની દવાનુ ઓનલાઇન વેચાણ માટેનું કોલ સેન્ટર ચલાવે છે કોલ સેન્ટરમાં બીજા વ્યકતીઓને માસીક પગાર તથા કમીશનથી રાખી વેચતો હોવાનું જણાવ્યું હતું.
કોમ્પ્યુટર-લેપટોપમાં જોતા એક એકસલ ફાઇલમાં 4023 અલગ અલગ વ્યકતીઓએ ઓર્ડર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું આ પ્રોડકટ અમદાવાદના ચાંગોદર ક્રિષ્ના ફાર્મસી ખાતેથી મંગાવી વેચતો હતો.
જો કોઇ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેના વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ પોલીસ સ્ટેશનમાં કેસ કરવાની વોટસઅપ માધ્યમથી ધમકી આપી લોકો (ગ્રાહકો) પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લઈ જુદા જુદા પ્રકારની આયુર્વેદીક દવાઓ રૂ.68572, કોમ્પયુટર/લેપટોપ 11 રૂ. 1.90 લાખ, મોબાઇલ ફોન નંગ-17 રૂ.1.31 લાખ, બ્રોડબેન્ડ રૂ.2 હજાર સહિત કુલ રૂ.3.96.972 ના મુદામાલ સાથે મળી આવતા હાજર મળી આવેલ તમામ નવ શખ્સોની ધરપકડ કરી બીએનએસ એકટ 308(2), 318(4), 319,351(4),3(5), આઈ.ટી.એકટ અને તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી કિશન નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.