ગુજરાતમાં માસ્ટર ડિસ્ટ્રિબ્યુટરશિપ આપવાના નામે ઠગાઈ કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો
ગુરૂગ્રામની કંપનીએ રાજકોટની કંપની સાથે આચરેલી 30 લાખની છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હરિયાણાના ગુરૂગ્રામમાં આવેલી ટેસ્લા પાવર ઈન્ડિયા પ્રા.લી. નામની કંપનીએ રાજકોટની કંપનીને ગુજરાતની માસ્ટર ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવાના બહાને રૂા. 30 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે.
જેના આધારે પોલીસે કંપનીના મેનેજિંગ ડાયરેકટર કવિન્દ્ર ખુરાના, ડાયરેકટર પુજા શર્મા અને બીઝનેશ ડેવલોપમેન્ટ મેનેજર સિધ્ધાર્થ કૌશિક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયા રોડ પર શાંતિનિકેતન રેસીડેન્સીમાં રહેતાં અને 150 ફૂટ રિંગ રોડ ઉપર લેવલ-6 બિલ્ડીંગમાં આવેલી મીડલેન્ડ ક્રોર્કિટ પ્રા.લી. નામની કંપનીમાં માર્કેટિંગ અને સેલ્સ હેડ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ હુદરએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2024માં તેને આરોપી કંપનીના સિધ્ધાર્થે સાથે સંપર્ક થયો હતો જેણે વડોદરામાં એકકઝબીશનમાં તેની કંપની ભાગ લેવાની છે તેમ કહેતાં તેમાં હાજર રહ્યા હતા તે વખતે તેને કહ્યું કે તેની કંપની બેટરી, સોલાર પેનલ, વોટર પ્યુરીફાયર, બેટરી ચાર્જિંગ મશીનુંઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર વગેરેનું ડિસ્ટ્રીબ્યુટરશીપ આપે છે થોડા સમય બાદ કંપનીના ડાયરેકટર પુજા શર્માએ કોલ કરી ડિસ્ટ્રીબ્યુટરશીપ વિશે સમજાવટ આપી સારી ઓફર આપી હતી. જેથી તે અને કંપનીના માલિક કૃણાલભાઈ વાછાણી ગુરૂગ્રામ ખાતે કંપનીની ઓફિસ ખાતે ગયા હતા.
જયાં સિધ્ધાર્થ, પુજા અને કંપનીના એમડી કવિન્દ્ર હાજર હતા. ત્રણેય સાથે વાતચીત કર્યા બાદ ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવાનું નકકી કર્યું હતું.
જેના ભાગરૂપે શરૂઆતમાં આરોપીઓના બેન્ક ખાતામાં પ લાખ જમા કરાવ્યા હતા. થોડા દિવસો બાદ આરટીજીએસથી રપ લાખ મોકલ્યા હતા.
બદલામાં પુજાએ સહી સાથેની રીસીપ્ટ પણ વોટસએપમાં મોકલી હતી. ત્યાર પછી કંપની દ્વારા તેની કંપનીના નામનું ખોટું ઈન્વોઈસ અમદાવાદની શ્રીજી કાર કેરને મોકલવામાં આવ્યું હતું. જેમાં તેની કંપની વતી માલ મોકલવામાં આવ્યાનું જણાવ્યું હતું.
જેથી આ બિલ બાબતે તપાસ કરતાં શ્રીજી કાર કેર તરફથી કોઈ બિલ નહીં મળ્યાનું જણાવાયું હતું. એટલું જ નહીં અગાઉ પોતે પણ ટેસ્લા કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટર હોવાનું અને ફ્રોડ થયાનું જણાવ્યું હતું.
આ પછી અન્ય ચેનલ પાર્ટનરો પાસેથી પણ આ કંપની ફ્રોડ હોવાની માહિતી મળતાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે.