ક્ષ પ્રમુખ દોલતસિંહ ચૌહાણે નવરાત્રીને ભૂલો સુધારી શાંતિ અને સદભાવના માટે પ્રાર્થના કરવાનું પર્વ ગણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે ભાવનગરના ચિત્રા ખાતે આવેલા ગૌતમેશ્વર નગરમાં ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. નવમા નોરતે ભાઈઓ અને બહેનો દ્વારા રાસની જોરદાર રમઝટ બોલાવવામાં આવી હતી. આ અવસરે મહાઆરતીનું પણ આયોજન થયું હતું, જેમાં સર્વેએ સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે માતાજી પાસે અરજ કરી હતી. ગૌતમેશ્વર નગરના પ્રમુખ દોલતસિંહ ચૌહાણે ઉપસ્થિત ખેલૈયાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રિનો તહેવાર માત્ર ઉત્સાહ અને ઉમંગથી ગરબે રમવા પૂરતો સીમિત નથી, પરંતુ તે માનવીને પોતાની ભૂલો સમજી તેને સુધારવાની તક આપે છે.તેમણે નવરાત્રીના આધ્યાત્મિક મહત્ત્વ પર ભાર મૂકતાં સમજાવ્યું હતું કે, માનવીય સ્વભાવમાં રહેલા ત્રણ પ્રકારના ગુણો (ડર અને તણાવ દર્શાવતો ગુણ, દયા દર્શાવતો ગુણ અને સત્ય-શાંતિ દર્શાવતો તત્વ ગુણ) પર વિજય મેળવવા માટે જ ત્રણ-ત્રણ દિવસ શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીને રાજી કરીને દુનિયામાં શાંતિ અને સદભાવનાનું વાતાવરણ બની રહે તે માટે પ્રાર્થના કરે છે.
દોલતસિંહ ચૌહાણે ઉમેર્યું હતું કે, માતા દુર્ગા અસત્ય પર સત્યનો વિજય અપાવે છે, મા સરસ્વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે અને મા લક્ષ્મી સુખ તથા સમૃદ્ધિ આપે છે. નવરાત્રીનો આ તહેવાર અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભેગા મળીને ઉજવે છે, જે એકતાનું પ્રતીક છે. આ નવ દિવસો પછી દસમા દિવસે અસત્ય પર સત્યના જીતના પ્રતીક રૂપે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે.



