સમાજમાં સૌપ્રથમ દાંડિયારાસની શરૂઆત કરનાર ‘સ્પંદન રાસોત્સવ’ના 14મા વર્ષનું આયોજન; કુંવરજીભાઈ બાવળીયા સહિતના રાજકીય અગ્રણીઓ આપશે હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષની સફળ પરંપરાને જાળવી રાખીને, આ વર્ષે 14મા વર્ષમાં પ્રવેશ કરતા એક દિવસીય ’બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ-2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રાસોત્સવ તા.01/10/2025ને રવિવારના રોજ સાંજે 7:00 થી 10:30 દરમ્યાન યોજાશે.
સ્થળ: જૈન વિઝન ગ્રાઉન્ડ, સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડ, રાધા પાર્ક મેઈન રોડ, અયોધ્યા સર્કલ પાસે, 150 ફીટ રીંગ રોડ, ઈન્ફિનિટી કોમ્પ્લેક્સ વાળો રોડ, રાજકોટ.
‘સ્પંદન રાસોત્સવ’ને રાજકોટના કોળી સમાજમાં સૌપ્રથમ ડાંડીયારાસની શરૂઆત કરનાર ગૌરવશાળી આયોજન માનવામાં આવે છે. આ રાસોત્સવની પ્રેરણાથી જ આજે સમસ્ત કોળી સમાજના અનેક યુવા કાર્યકરો અન્ય સંસ્થાઓમાં જોડાઈને વન-ડે રાસોત્સવના આયોજન કરી રહ્યા છે..આ વિશાળ પટાંગણમાં સુપ્રસિદ્ધ ગાયકો સાથે અધ્યતન સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થશે, જ્યાં પાંચ હજારથી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં સમાજના ભાઈઓ-બહેનો જોડાશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ ઉપરાંત, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને કોળી સમાજના અગ્રણીઓ તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોળી સમાજના યુવાન ભાઈઓ છેલ્લા બે માસથી તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં મુખ્ય આયોજકોમાં એડવોકેટ હરેશભાઈ પરસોંડા, વિજયભાઈ મેથાણીયા, ભરતભાઈ ડાભી, દેવભાઈ કોરડીયા, દેવાંગભાઈ કુકાવા સહિત સ્પંદન રાસોત્સવ સમિતિના તમામ કાર્યકર ભાઈઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. સમસ્ત કોળી સમાજના ભાઈઓ-બહેનોને આ ભવ્ય રાસોત્સવમાં પધારવા માટે આયોજકોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.