ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સત્ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્ડમાં નવરાત્રીના દિવસોમાં દરરોજ રાત્રે 08:00 થી 10:00 કલાક દરમિયાન 225 બાળાઓ અવનવા રાસ ગરબા સાથે માં નવદુર્ગાની ઉપાસના કરી આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. ત્યારબાદ મન મૂકીને ઝુમતા યુવાધનના અર્વાચીન દાંડિયા રાજકોટ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેને નિહાળવા માટે અનેક મહાનુભવો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ જેમાં યુનિટી ફાઉન્ડેશનના મુખ્ય સ્પોન્સર, દિવ્યત્વ જ્વેલર્સના માલિક પ્રવીણભાઈ સગપરીયા, પ્રવીણભાઈ કોટડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે. શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્ર સિંહ ઝાલા, ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા, પૂર્વ પ્રમુખ શ્રી ભાજપ શહેર મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીનભાઇ ઠાકર શાપર- વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના ચેરમેન દિલીપ વિરડીયા, જીતુભાઈ વિરડીયા, રાજુભાઈ ડોબરીયા, ઉદ્યોગપતિઓ સત્યમ મેટલ્સ હરેશભાઈ શિયાણી, ભાવેશભાઈ લીંબાસીયા, ભૂપતભાઈ ભાયાણી, જય વાડોદરિયા, નટુભાઇ નવાડિયા, રાજેશભાઇ ઘેલાણી, પરેશભાઈ ઘેલાણી એડવોકેટ પરેશભાઈ લીલા, ભરતભાઇ શીંગાળા, રાજદીપસિંહ જાડેજા યુનિટી ફાઉન્ડેશનના અતિથિ બન્યા હતા.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન ભરતભાઈ બોઘરા (ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ), માર્ગદર્શક પરેશભાઈ ગજેરા (ચેરમેન બિલ્ડર એસોસિએશન ગુજરાત), પ્રમુખ, હરેશભાઈ કાનાણી (શહેર મંત્રી રાજકોટ), ઉપપ્રમુખ વિજયભાઈ તોગડીયા (એડવોકેટ), મંત્રી જિજ્ઞેશભાઈ ક્યાડા (ઉદ્યોગપતિ) તેમજ 150થી વધારે શિષ્તબદ્ધ સ્વયંસેવકોની ટીમના સબળ નેતૃત્વના કારણે સમગ્ર આયોજન દિપી ઉઠ્યું હતું.



