રાજકોટના 40 સહિત સમગ્ર રાજ્યના વકીલોને નિમણૂક આપવા બદલ શહેર ભાજપ લીગલ સેલે સરકારનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના આશરે 1650 જેટલા એડવોકેટ મિત્રોને નોટરી મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂકોમાં રાજકોટ શહેરના આશરે 40 જેટલા એડવોકેટ ભાઈઓ-બહેનોનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ નિમણૂકો બદલ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ અને સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા સહિત પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલ અને સહ-સંયોજક અનિલભાઈ દેસાઈએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા નવનિયુક્ત નોટરી મેજિસ્ટ્રેટ શ્રીઓ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કાયદા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદો પરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા, તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિતના તમામ મહાનુભાવોનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નિમણૂકોથી નવનિયુક્ત નોટરી મેજિસ્ટ્રેટઓમાં ખુશીનો માહોલ છવાયો છે.



