નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વિવિધ ગરબી મંડળોની મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં વિવિધ મંડળો દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. આ આગેવાનોએ હવેલી ચોક, જય માતાજી પાર્ટી પ્લોટ અને બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડીમાં આયોજિત રાસોત્સવની મુલાકાત લીધી હતી. તેમણે માતાજીની આરાધના કરીને આશીર્વાદ લીધા હતા, જ્યાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુલા નગરપાલિકાના વોર્ડ નં-5 ના મહિલા સદસ્ય અર્ચનાબેન પરાગભાઈ જોષીએ સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અને જિલ્લા પ્રમુખ અતુલ કાનાણીને માં અંબાની મૂર્તિ આપીને સન્માનિત કર્યા હતા. આ તકે રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શીયાળ, પીઆઇ એ.ડી. ચાવડા, મયુરભાઈ દવે, દિલીપભાઈ જોષી, વીરભદ્રભાઈ ડાભીયા, વનરાજભાઈ વરૂ, હરસુરભાઈ લાખણોત્રા, મુકેશભાઈ ગુજરીયા, સાગરભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ ધાખડા, સંજયભાઈ ધાખડા, હેમલભાઈ વસોયા, ધવલભાઈ દુધરેજીયા, ધીરુભાઈ નકુમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



