વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ મેગા પ્રોક્યોરમેન્ટને લીલી ઝંડી આપ્યાના એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર થયા.
રક્ષા મંત્રાલયે ગુરુવારે ભારતીય વાયુસેના માટે 97 તેજસ MK-1A લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 62,370 કરોડનો સોદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (સીસીએસ) દ્વારા આ મોટી ખરીદીને લીલી ઝંડી આપવામાં આવ્યાના લગભગ એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- Advertisement -
સિંગલ એન્જિન ધરાવતું એમકે-1એ ભારતીય એરફોર્સ માટે મિગ-21 યુદ્ધ વિમાનનું સ્થાન લેશે. ભારતીય એરફોર્સ આ વિમાનોને સામેલ કરવા માંગે છે કારણકે તેના ફાઇટર સ્કવાડ્રનની સંખ્યા સત્તાવાર રીતે સ્વીકૃત સંખ્યા 42થી ઘટીને 31 થઇ ગઇ છે. તેજસ એક એકથી વધારે ભૂમિકા ભજવી શકતું એક યુદ્ધ વિમાન છે અને તે વધારે જોખમ ધરાવતા હવાઇ વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે.