પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે નજર !
ડિટેક્ટિવ એજન્સીઓના ₹10,000થી ₹60,000 સુધીના ખાસ પેકેજ
- Advertisement -
જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા GPS ડિવાઈસ અને સર્વેલન્સની માંગમાં 50%નો જબરદસ્ત ઉછાળો
ચણિયાચોળીમાં GPS અને વાહનમાં રેકોર્ડર: અત્યાધુનિક જાસૂસીનું ચલણ
કેટલાક પરિવારો બાળકો ખરાબ સંગતમાં તો નથી ને તે જાણવા માટે, જ્યારે કેટલાક પતિ-પત્ની પાર્ટનરની વફાદારી ચકાસવા માટે જાસૂસી કરાવી રહ્યા છે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રી, એટલે કે રંગ, સંગીત અને આનંદનો તહેવાર. આ સમયે ગુજરાતના ગરબા ગ્રાઉન્ડમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ ઉત્સવની સાથે સુરતમાં એક નવી અને ચોંકાવનારી પ્રવૃત્તિનો વધારો થયો છે. શહેરની હાઈફાઈ સોસાયટીઓમાં પાર્ટનર, દીકરા-દીકરી અને મિત્રો પર નજર રાખવા માટે જાસૂસી અને ૠઙજ ડિવાઈસની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
નવરાત્રી શરૂ થતાની સાથે જ જાસૂસી માટેના ડિવાઈસ અને ૠઙજ ટ્રેકરના વેચાણમાં 50%નો વધારો થયો છે. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ૠઙજની માંગ ઓછી રહે છે, પરંતુ આ નવરાત્રીના ટૂંકા ગાળામાં જ તેનું વેચાણ ખૂબ વધી ગયું છે. એક જાણીતા ડિવાઈસ વિક્રેતાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1200થી વધુ નાના અને પોર્ટેબલ ૠઙજ ડિવાઈસ વેચાઈ ચૂક્યા છે.
આ ડિવાઈસની કિંમત ₹2200થી ₹3000 સુધીની છે. તેનું મુખ્ય આકર્ષણ તેનું નાનું કદ અને લાંબી બેટરી લાઈફ છે. આ ડિવાઈસ એટલા હલકા અને પાતળા હોય છે કે તેને સરળતાથી ગાડી, પર્સ અથવા તો ચણિયાચોળી જેવા પોશાકમાં પણ છુપાવી શકાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ડિવાઈસ 9થી 12 દિવસ સુધી ચાલે છે, જે નવરાત્રીના નવે દિવસ માટે પૂરતું છે.
સુરતની ડિટેક્ટિવ એજન્સીઓએ પાર્ટનર અને બાળકોની જાસૂસી માટે ખાસ પેકેજ લોન્ચ કર્યા છે. ગરબે રમવા જતા પાર્ટનર કે બાળકો ક્યાંક ખરાબ સંગતમાં તો નથી ને, તે જાણવા માટે પતિ-પત્ની અને માતા-પિતા પ્રાઇવેટ ડિટેક્ટિવને હાયર કરી રહ્યા છે. આ સર્વિસમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડવામાં આવે છે. આ પેકેજમાં કાર માટે ઓડિયો રેકોર્ડિંગની સુવિધાવાળા ૠઙજ ટ્રેકર, કપડામાં સરળતાથી છુપાવી શકાય તેવા નાના વોઇસ રેકોર્ડર અને રૂમમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્પાય કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક ડિટેક્ટિવ એજન્સીઓ માતા-પિતા માટે એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ ઓફર કરે છે, જેના દ્વારા તેઓ પોતાના બાળકોના ફોનને હેક કરીને તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. ક્લાયન્ટના પાર્ટનરનો પીછો કરીને તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ઉતારવામાં આવે છે. આ પ્રકારની જાસૂસીની ફી સૌથી વધુ હોય છે. ડિટેક્ટિવ એજન્સીઓ ₹10,000થી લઈને ₹60,000 સુધીના પેકેજ ઓફર કરી રહી છે.આ આખો મામલો દર્શાવે છે કે, ગરબાના મજાના માહોલમાં પણ વિશ્વાસ અને સંબંધો પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. સુરતની આ ઘટના મેટ્રો સિટીઝમાં વધી રહેલા અવિશ્વાસ અને જાસૂસીના ક્રેઝનો એક અરીસો છે.



