અમિત ખૂંટ આપઘાત કેસમાં પકડાયેલાં અતાઉલ મણિયારનું કોર્ટ સમક્ષ સ્ફોટક નિવેદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રીબડાના ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં જૂનાગઢનાં અતાઉલખાન મણીયારની એલસીબીએ ધરપકડ કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા રિમાન્ડ પુર્ણ થતા તેને જેલ હવાલે કરાયો હતો કોર્ટ સમક્ષ પોતે સ્ફોટક નિવેદન આપતા કહ્યું હતું કે આ કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ પરાણે આપવા પોલીસે તેને 12 કલાક સુધી અટક નહીં દેખાડી શારીરિક-માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હોવાનું જણાવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
- Advertisement -
અમિત ખૂંટ આપઘાત કેસમાં પકડાયેલા જૂનાગઢના અતાઉલ મણીયારે કોર્ટમાં એવું જણાવ્યું હતું કે એલસીબી દ્વારા 12 કલાકથી વધુ સમય સુધી અટક બતાવવામાં ના આવ્યો હોવાનાં આક્ષેપ કરી તેમજ ગેરકાયદેસર કસ્ટડી અન્ય કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી તેમજ પોલીસ સ્ટેશનમાં શારીરીક અને માનસિક ટોર્ચર કરી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં બળજબરી પૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાનુ નામ આપવા માટે દબાણ કરી વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું જો નામ ન આપું તો અન્ય કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેવું નિવેદન ગોંડલ કોર્ટમાં આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપી અતાઉલ બદરૂદ્દીન મણીયારે એલસીબી તેમજ ગોંડલ તાલુકા પોલીસ વિરુદ્ધ કોર્ટમાં નિવેદન આપતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ ફરી વિવાદમાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.



