સમગ્ર રાજ્યમાંથી આવેલા કોમેન્ટેટરઓને એક મંચ પર લાવવાનો પ્રથમ સફળ પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ ઓલ ગુજરાત ક્રિકેટ કોમેન્ટેટર્સનો સ્નેહમિલન અને એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો.
આ કાર્યક્રમનું આયોજન રાજકોટના કોમેન્ટેટર હરેશભાઈ ગઢવી, ભરતભાઈ કુછડીયા, જયભાઈ ચારણ, રોનકભાઈ પરમાર તથા સૌરાષ્ટ્ર કોમેન્ટેટર એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જાણીતા ઇઈઈઈં વિડિયો એનાલિસ્ટ હરેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. હરેશભાઈ ગઢવીએ તમામ કોમેન્ટેટરોની આગવી શૈલીનો પરિચય આપી, ભવિષ્યમાં કોમેન્ટેટરો માટે ટ્રસ્ટ રચવાની અપીલ કરી હતી, જેને સર્વાનુમતે સમર્થન મળ્યું હતું.
- Advertisement -
કાર્યક્રમમાં સિનિયર તુળજાશંકર રાવલ, શિરીષભાઈ ચુડાસમા, અશોકભાઈ મેજર (જૂનાગઢ), જીતેન્દ્રભાઈ હારવા (જામનગર) જેવા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ સ્નેહમિલનમાં ગુજરાતભરના કોમેન્ટેટરો જોડાયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પાલનપુર, કચ્છના ભુજ, માંડવી, મુન્દ્રા તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, થાનગઢ, જામનગર, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, જામખંભાળિયા, કલ્યાણપુર અને ધુંવા (વાંકાનેર) સહિતના શહેરો અને કસ્બાથી કોમેન્ટેટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આયોજકો તરફથી સુરેન્દ્રનગરના ગિરિરાજસિંહ ઝાલા, ભુજના સુરેશભાઈ આહીર અને મોચી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી, ટી-શર્ટ અને ચશ્મા આપી ઉપસ્થિત કોમેન્ટેટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ જગતમાં કોમેન્ટેટરોને આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર લાવવાનો આ પહેલો જ સફળ પ્રયાસ ગણાયો હતો. સ્નેહમિલન દરમિયાન દરેક કોમેન્ટેટરે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપી યાદગાર પળો સર્જી હતી. સાથે જ રાજ્યભરના કોમેન્ટેટરોએ નક્કી કર્યું હતું કે વર્ષમાં એક વખત નિયમિત રીતે આવો સ્નેહમિલન સમારોહ યોજાશે. સમગ્ર એવોર્ડ સમારોહનું હરેશભાઈ ગઢવીએ યુટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કર્યું હતું.