DCP મનોહરસિંહ જાડેજાએ કહ્યું, ‘ફરતો વિડીયો ઓથેન્ટિક નથી’
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની ઇમ્પીરિયલ હોટલના રૂમમાં યુવતીના ન્યૂડ ડાન્સવાળો વીડિયો ફરતો થતાં હોબાળો મચી ગયો હતો, આ અંગે પોલીસે તપાસ શરૂ કરતાં વીડિયો જે દિવસોનો કહેવામાં આવી રહ્યો છે એ દિવસે હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું, જોકે એ રૂમમાં ન્યૂડ પાર્ટી થઈ હતી કે કેમ એ તપાસનો વિષય બન્યો છે, શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો અને એ વીડિયો ઓથેન્ટિક નહીં હોવાનું ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું.
ઇમ્પીરિયલ હોટલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં એક યુવતી ડાન્સ કરી રહી હોવાનો વીડિયો ગુરુવારે ફરતો થયો હતો, હોટલના એ રૂમમાં ન્યૂડ પાર્ટી યોજવામાં આવી હતી અને યુવતી ન્યૂડ ડાન્સ કરી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી, રાજકોટ શહેરની હોટલમાં ન્યૂડ પાર્ટી યોજાયાની ચર્ચાને પગલે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા અને એ.ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતી યુવતી મુંબઇની મોડેલ હોવાની અને મોરબીના ઉદ્યોગપતિએ શુક્રવારે ન્યૂડ પાર્ટી યોજી હોવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી, જોકે પોલીસે આ અંગે તપાસ કરતાં શુક્રવારે કથિત રૂમમાં દિલ્હીનું કપલ રોકાયું હતું.
- Advertisement -



