150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં ભક્તિભાવભર્યું આયોજન
નવનાત સાથે જોડાયેલા ત્રણ લાખ વધુ લોકો આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
યાજ્ઞિક રોડ ઉપર કાર્યાલયનું ઉદઘાટન, ખેલૈયાઓ માટે વિનામૂલ્યે ક્લાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવલી નવરાત્રી ના દિવસોને હવે આંગળીનાં વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે વિશ્વ વણિક સામાજિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2025ના ધમાકેદાર આયોજનની તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે.
150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય આ વખતે જોવા મળશે.
વિશ્વ વણિક સંગઠનનાં ચંદ્રકાંતભાઈ શેઠ અને જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીના જણાવ્યા મુજબ નવરાત્રી મહોત્સવની શરૂઆત તા. 22મીએ થશે અને 1 ઓક્ટોબર સુધી યુવા હૈયાઓ ગરબા રમશે.
આ વખતે ખેલૈયાઓને જોશ ભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર આવશે અને એ સિવાય પણ અનેક આકર્ષણ હશે. આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થશે.
આ રાસોત્સવનું મધ્યસ્થ કાર્યાલય યાજ્ઞિક રોડ ઉપર રવિ પ્રકાશન પાસે દશા સોરઠીયા વણિક બોર્ડીંગ ખાતે શરુ થયું છે. આ કાર્યાલયનું ઉદઘાટન જાણીતા બિલ્ડર કિરીટભાઈ પટેલ તથા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોની સમાજના અગ્રણી દિલીપભાઈ રાણપરા, કેતનભાઈ ધ્રુવ, ધર્મેશભાઈ જીવાણી અને મોહિતભાઈ કાગદડા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય વ્યવસ્થા જય મહેતા, હિમાંશુ પારેખ, કેતન વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન સંઘવી, દીપ રામાણી, ભરત વખારિયા અને દેવાંગ ખજુરીયા વગેરે સાંભળી રહ્યા છે.
આયોજકો દ્વારા નિશુલ્ક દાંડિયા રસના ક્લાસ પણ શરુ કરવામાં આવ્યા છે. આ ક્લાસ પૂજા હોબી સેન્ટર, અમીન માર્ગ-અક્ષરમાર્ગ ખાતે તથા સેન્ટ ગાર્ગી સ્કુલ, 2,સુભાષનગર, રૈયા રોડ ખાતે ચાલી રહ્યા છે.
આ રાસોત્સવ માટેના ફોર્મ દશા સોરઠીયા વણિક બોર્ડિંગ, રવિ પ્રકાશનની બાજુમાં યાજ્ઞિક રોડ ઉપરાંત જયેશભાઈ ધ્રુવ( ધરતી હોન્ડાની સામે, માલવિયા વાડી, ગોંડલ રોડ) જેડી’સ આઈ કેર (અમીન માર્ગ), મહાવીર સિલેકશન (2,કુદરત કોમ્પ્લેક્સ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ), મેસ્વાણી લેબોરેટરી (મંગલમ બિલ્ડીંગ, 25, ન્યુ જાગનાથ પ્લોટ), ટી-પોસ્ટ (નાગરિક બેન્કની બાજુમાં, રૈયા રોડ) મોન્જીનીસ કેક શોપ (કાલાવડ રોડ, ઈંઈઈંઈઈં બેન્કની બાજુમાં, કોટેચા ચોક), અરીહંત શરાફી સહકારી મંડળી (204, અરીહંત બીઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે), પાર્શ્વ ડેવલપર્સ (9, કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે ), જ્યોત એમ્પોરિયમ (તાજાવાલા સુપર માર્કેટ, લાખાજીરાજ રોડ), જૈન સારીઝ (દિવાનપરા મેઈન રોડ), શ્રીજી ઇલેક્ટ્રોવિઝન (મનીશ કોમ્પ્લેક્સ, અક્ષરમાર્ગ), ભારત ઓટો (નીલકંઠ સિનેમા પાસે) વિધિ જવેલર્સ (કોઠારિયા નાકા, કિશોરસિંહજી શાળાની પાછળ), નવનિધિ નમકીન (ગાંધીગ્રામ મેઈન રોડ, પટેલ પાનની બાજુમાં), શ્રદ્ધા ડેરી (કેનાલ રોડ, રસગુંજન), રામેશ્વર બેકરીઝ એન્ડ કેક શોપ (10, લક્ષ્મીવાડી, બાલકિશોર સ્કુલની સામે )કશીશ હોલીડે (ધવલ, 4-જલારામ પ્લોટ, રામકૃપા ડેરી સામે, યુનિવર્સીટી રોડ),. મંગલમ ફર્નિચર( ઢેબર રોડ, ગ્રાન્ડ રીજન્સી હોટેલની સામે) કઘઋ ફર્નિચર હબ (બી-101, વન વર્લ્ડ, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ સામે ) અને મહાવીર પ્રોવિઝન સ્ટોર (અજમેરા એપાર્ટમેન્ટ, નાગેશ્વર પાર્શ્વનાથ મંદિરની સામે, શેઠનગરની સામે, જામનગર રોડ) ખાતેથી મળશે.
આ ગરબાને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ ,ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસ્ભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગરબામાં કોણ કોણ જોડાશે ?
સોનમ નવનાત ગરબામાં દશા સોરઠીયા વણિક સમાજ, વિસા પોરવાડ વણિક સમાજ,મોઢ વણિક સમાજ, વિશા શ્રીમાળી સોની વણિક સમાજ, જૈન વણિક સમાજ, તંબોળી વણિક સમાજ, સુખડીયા વણિક સમાજ, કપોલ વણિક સમાજ, ખડાયતા વણિક સમાજ, પાંચાવણિક સમાજ, શ્રી ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી દશા નાગર વૈષ્ણવ વણિક સમાજ, શ્રી કાટચી જૈન ગુર્જર વણિક સમાજ, શ્રી ખંભાત મોઢ વણિક સમાજ, શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી હાલાર શ્રીમાળી વણિક સમાજ, શ્રી વિશા વાયડા વણિક સમાજ, વિસા ઓસવાળ જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી જૈન શ્વેતાંબર તળપદા વણિક સમાજ, ઘોઘારી વિશા ઓસવાલ વણિક સમાજ, દશા શ્રીમાળી સુખડીયા વણિક સમાજ, જૈન વિશા શ્રીમાળી તળપદા વણિક સમાજ, ભાવસાર વણિક સમાજ, લોકા ગચ્છ જૈન વણિક સમાજ, દશા હુમડ દિગંબર જૈન વણિક સમાજ, દશા ઝોરાળા વણિક સમાજ, ઘોઘારી કપોળ વણિક સમાજ, ઘોઘારી દશા દિશાવળ વણિક સમાજ, વિશા શ્રીમાળી ઘોઘારી જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી રાધનપરા વણિક સમાજ અને દશા ઘોઘારી વિશા પોરવાડ વણિક સમાજ સહીત કુલ 32 ફિરકાના યુવાનો જોડાશે.



