રાજકોટમાં પ્રથમ વખત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં અબતક સુરભી દ્વારા રાસોત્સવ
છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમ સહિત એકથી એક ચઢીયાતા ગરબા રજૂ કરશે
સતત 19માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાસોત્સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. અબતક સુરભી રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.22થી સતત 9 દિવસ સાંજ પડતાની સાથે જ અબતક સુરભી રાસોત્સવનો સૂર્યોદય થશે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે. ત્યારે અબતક સુરભી દ્વારા સતત 19માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે.
અબતક સુરભિ રાસોત્સવમાં યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલના થનગનાટ સાથે યુવાધન ગરબાની રમઝટ બોલાવવા માટે તૈયાર છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. ત્યારે આ નવરાત્રીએ રાજકોટમાં પ્રથમ વખત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં અબતક સુરભી દ્વારા ભવ્ય અને ધમાકેદાર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત અને દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સુરીલા ગાયક કલાકારો ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ પ્રાચીન અર્વાચીન ગરબાના શૂરથી યુવા ખેલૈયાઓને ડોલાવશે. છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમ સહિત એકથી એક ચઢીયાતા ગરબા રજૂ કરશે. પ્રખ્યાત ગાયક કલાકાર માર્ગી પટેલ અને મૃદુલ ઘોષ પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દેશે. તેમજ તેમનું પરફોર્મન્સ ખેલૈયાઓ માટે એક ખાસ આકર્ષણ રહ્યું છે. ત્યારે સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓમાં પણ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમવા થનગનાટ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વનું એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ્ સિસ્ટમ, અલ્ટ્રા મોર્ડન ઇન્સ્ટ્રુમેન્ટસ, સાજીંદાઓ ખેલૈયાઓનો જુસ્સો વધારશે. ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્ત પોષાક, ભાતીગળ ભરતકામ યુક્ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરશે.



