મેંદરડા પહોંચે તે પૂર્વે જ રૂરલ એલસીબીએ દબોચી લીધો : 65 લાખનો મુદ્દામાલ કબ્જે
જયપુરથી દારૂ ભરેલો ટ્રક આપનાર શિવપ્રતાપ અને મંગાવનારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પોલીસે વધુ એક મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જસદણ પાસેથી 59.36 લાખનો દારૂ ભરેલ ટ્રક એલસીબીની ટીમે પકડી પાડી બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે હરિયાણાથી નિકળેલ દારૂ ભરેલ ટ્રક મેંદરડા પહોંચે તે પૂર્વે જ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે દારૂની 12,648 બોટલ, ટ્રક સહીત 65.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગાર બદી નાબૂદ કરવા અને આવા ધંધા આચરતા શખ્સો ઉપર નજર રાખી કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી ટીમ સાથે જસદણ પોલીસ મથક વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન જસદણ પંથકમાંથી એક દારૂ ભરેલ ટ્રક જૂનાગઢ તરફ જવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે લીલાપુર ગામ નજીક હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ટ્રકને અટકાવી ટ્રક ચાલક અને ક્લીનરને નીચે ઉતારી નામ પૂછતા ડ્રાઇવરે અજમેરના કેસરપુરાનો ધર્મેન્દ્ર કૈલાશજી મેઘવંશી અને ટ્રક ક્લિનરે ગોવર્ધનસિંગ કાલુસિંગ રાવત હોવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 12,648 બોટલ દારૂ મળી આવતા બંને શખ્સોની ધરપકડ કરી 59.36 લાખનો દારૂ અને ટ્રક સહિત 65.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની પૂછતાછ કરી હતી પોલીસ પાસે પોપટ બની ગયેલ બેલડીએ એવી કબૂલાત આપી હતી કે દારૂનો જથ્થો હરિયાણાથી નીકળ્યો હતી અને દારૂ ભરેલ ટ્રક જયપુર પહોંચ્યા બાદ શિવ પ્રતાપ સિંહ નામના શખ્સના કહેવાથી બંને શખ્સોએ તે દારૂ ભરેલ ટ્રક સંભાળ્યો હતો અને ટ્રક મેંદરડામાં શિવ પ્રતાપ સિંહ કહે ત્યાં રાખી દેવાનું જણાવ્યું હતી પોલીસે દારૂ મોકલનાર શિવપ્રતાપસિંહ અને દારૂ મંગાવનાર અજાણ્યાં શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહીલ, આર.વી.ભીમાણી સાથે સ્ટાફના એએસઆઇ બાલકૃષ્ણ ત્રીવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, ધર્મેશ બાવળીયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઇ સાવરીયા, મનોજભાઇ બાયલ, કોન્સ્ટેબલ ભાવેશ મકવાણા, મહીપાલસિંહ ચુડાસમા, મેહુલ સોનરાજ સહિતના જોડાયા હતા.



