એક્સપાયરી થયેલા કુલ 28 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયો, નાણાવટી ચોકથી રામેશ્વર ચોક સુધીમાં કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનાથપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ કૌશર બેકરી પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલા પેક્ડ વિપ્પીંગ ક્રીમ 18 કિ.ગ્રા., પેક્ડ ફેલવર્ડ સીરપ 5 કિ.ગ્રા. અને વાસી પડતર કેક 5 કિ.ગ્રા. મળીને કુલ 28 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર ચોક વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઈ તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.



